મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં માતાજીનાં દર્શને આવી રહેલ યુવાન સાથે બાઈકના ઓવરટેક બાબતે બોલાચાલી કરીને અજાણ્યા શખ્સે છરીના ચાર ઘા ઝીકયા


SHARE













મોરબીમાં માતાજીનાં દર્શને આવી રહેલ યુવાન સાથે બાઈકના ઓવરટેક બાબતે બોલાચાલી કરીને અજાણ્યા શખ્સે છરીના ચાર ઘા ઝીકયા  

સુરજબારી નજીક મીઠાના અગરમાં કામ કરતા ત્રણ પિતરાઈ ભાઈઓ બાઈક ઉપર મોરબી માતાજીના મંદિરે દર્શન કરવા માટે થઈને આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં અજાણ્યા શખ્સે બાઈકનો ઓવરટેક કેમ કર્યો તેમ કહીને આ ત્રણેય ભાઇઓની સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ એક યુવાનને છરીના ચાર ઘા ઝીકિ દીધા હતા જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ સૂરજબારી રોડ ઉપર આવેલ મીઠાના અગરમાં રહેતા અને કામ કરતા પરિવારના મુકેશભાઈ બાબાભાઈ અખીયાણી (19) નામના યુવાનને છરીના ચાર ઘા ઝીંકવામાં આવ્યા હતા જેથી કરીને ઈજા પામેલા હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં ઇજા પામેલા યુવાન મુકેશભાઈના ભાઈ રાહુલ અખીયાણી સાથે વાત કરતા તેને જણાવ્યું હતું કે તેઓ બંને ભાઈ તથા તેના કાકાનો દીકરો કનુ ત્રણેય બાઈક ઉપર સુરજબારીથી મોરબી ધક્કા વાળી મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે થઈને આવી રહ્યા હતા દરમિયાન રસ્તામાં માળિયા નજીક ઓરબ્રિજ પાસે અજાણ્યા બાઈક ચાલકે તેના બાઈકનો ઓવરટેક કરતા કેમ બાઈકનો ઓવર ટેક કર્યો તેવું કહીને બોલાચાલી કરી હતી અને ત્યાર બાદ મુકેશભાઈને પીઠના ભાગે એક અને બાવળાના ભાગે ત્રણ આમ કુલ મળીને છરીના ચાર ઘા ઝીકિ દીધા હતા જેથી કરીને હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટીમાં રહેતા લાભશંકર રામજીભાઈ (37) નામનો યુવાન બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે ધલપર ચોકડી પાસે તેના બાઈક સાથે બીજું બાઇક અથડાયું હતું જેથી કરીને અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

ગળાફાંસો યુવાન સારવારમાં

થાન તાલુકાના વરમાધાર વિસ્તારમાં રહેતા રણજીતભાઈ રમેશભાઈ બાવળીયા (18) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે વાડી નજીક ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News