મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી સાત જગ્યાએ મારામારી: ઇજા પામેલા નવ લોકો સારવારમાં


SHARE







મોરબી શહેર-તાલુકામાં જુદીજુદી સાત જગ્યાએ મારામારી: ઇજા પામેલા નવ લોકો સારવારમાં

મોરબી શહેર અને તાલુકામાં જુદીજુદી સાત જગ્યાએ મારા મારીના બનાવ બનેલ છે જેમાં ઇજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બનાવની જાણ કરી હતી.

મોરબીના વિદ્યુતનગરમાં રહેતા રાજુભાઈ લાલસાપ્રસાદ ઉપાધ્યાય (30) નામના યુવાનને માળિયા ફાટક ચોકડી પાસે મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી મોરબીમાં જિલટોપ સિરામિક સામેના ભાગમાં રહેતા જલ્પાબેન સુરેશભાઈ સોનાગ્રા (40) અને સુરેશભાઈ ઠાકરશીભાઈ સોનાગ્રા (42) ને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી. મોરબીમાં ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા રમેશભાઈ લાલુભાઈ સાતોલા (42) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતાં સારવારમાં ખસેડાયો હતો. મોરબીના ત્રાજપર વિસ્તારમાં સારીકાબેન અમરશીભાઈ વરાણીયા (40)ને મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી. જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા. મોરબીમાં માળિયા ફાટક ચોકડી પાસે મારામારીના બનાવમાં જાનમામદ મોવર (20) અને તાજુભાઈ મોવર (30) નામના બે વ્યક્તિઓને જા થઈ હતી. મોરબીના વીસીપરા વિસ્તારમાં સ્મશાન પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં અનિલ દિનેશભાઈ દલસાણીયા (26) નામના યુવાનને મારા મારીમાં ઇજા થયેલ છે. મોરબીના જેતપર બેલા રોડ ઉપર સોમનાથ પેટ્રોલ પંપ પાસે રીક્ષા ઉભી રાખવા બાબતે બોલાચાલી અને મારામારિનો બનાવ બનેલ હતો જેમાં મોરબીના કુબેરનાથ રોડ ઉપર મેમણ શેરીમાં રહેતા વસીમ અસર્ફ કાસમાણી (32) ને ઇજા થયેલ હતી.

ફિનાઇલ પિતા સારવારમાં

મોરબીના ચામુંડા નગરમાં રહેતા હેતલ ખેંગારભાઈ મકવાણા (25) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે પોતાના ઘરે હતી ત્યારે ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના બેલા રોડ ઉપર આવેલ પટેલ વિહાર હોટલ ખાતે રહેતા સંગીતાબેન કાંતિભાઈ (30) નામની મહિલાને મહેન્દ્રનગર ચોકડી પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News