મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

ભમાશાઓને સલામ: મોરબીમાં ગૌસેવા માટે પાંજરાપોળને એક જ દિવસમાં આપ્યું 75 લાખથી વધુનું દાન


SHARE







ભમાશાઓને સલામ: મોરબીમાં ગૌસેવા માટે પાંજરાપોળને એક જ દિવસમાં આપ્યું 75 લાખથી વધુનું દાન

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી પાંજરાપોળ ચલાવવામાં આવે છે અને તેના માટે જીવદયા પ્રેમીઓઉદ્યોગકારો સહિતનાઓ તરફથી આર્થિક સહયોગ પણ આપવામાં આવે છે ત્યારે ગઇકાલે મોરબીમાં મકરસંક્રાંતિએ પાંજરાપોળના ગૌવંશો માટે દાન એકત્રીત કરવા માટે ધારાસભ્ય અને ટ્રસ્ટીઓ સહિતના હાજર રહ્યા અને ઉધોગકારો સહિતના દાતાઓ તરફથી છુટા હાથે દાન આપવામાં આવ્યું હતું જેથી કરીને એક જ દિવસમાં 75 લાખથી વધુનું દાન મોરબીની પાંજરાપોળને મળેલ છે.

મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી પાંજરાપોળ આવેલ છે જેમાં આજની તારીખે અંધઅપંગનિરાધાર ગૌવંશોને રાખવામા આવે છે અને તેનો નિભાવ કરવામાં આવે છે. હાલમાં મોરબી પાંજરાપોળમાં 5320 જેટલા ગૌવંશોનો નિભાવ કરવામાં આવી રહ્યો છે ત્યારે દર વર્ષે મોરબીમાં મકરસંક્રાંતિએ પાંજરાપોળને ઉદ્યોગકારો સહિતના લોકો તરફથી કુલ નહિ તો ફુલની પાંખડી સમાન દાન આપવામાં આવે છે ત્યારે ગઇકાલે મકરસંક્રાંતિના દિવસે દાનનું વિશેષ મહત્વ હોય મોરબીના લોકોને પાંજરાપોળમાં દાન આપવા માટે અપીલ કરવામાં આવી હતી.

ત્યારે મોરબીના ધારાસભ્ય અને ટ્રસ્ટી કાંતિભાઈ અમૃતિયા, પાંજરાપોળના ટ્રસ્ટી વેલજીભાઈ ઉઘરેજા, હિતેશભાઇ ભાવસાર સહિતના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. ત્યારે મોરબીના ઉદ્યોગકારો સહિતના નગરજનો દ્વારા પાંજરાપોળને રોકડ દાન તથા ઘાસચારો સહિત આપવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કેમોરબીમાં જુદી-જુદી 38 જગ્યાએ સ્ટોલ રાખવામા આવેલ છે ત્યાં જઈને લોકો દાન આપી રહ્યા છે. અને વધુમાં મોરબી પાંજરાપોળના સંચાલકોએ જણાવ્યુ હતું કેમોરબીના લોકો પાસેથી જ દાન લઈને પાંજરાપોળનો વહીવટ કરવામાં આવે છે બીજા શહેરમાં ફાળો કે દાન લેવા માટે કોઈ જતું નથી.

હિંદુ સંસ્કૃતિમાં દાન ઘણું મહત્વ બતાવવામાં આવ્યું છે જેથી લોકો પોતાની યથા શક્તિ પ્રમણે દાન કરતા હોય છે મોરબીના રાજવી પરિવાર દ્વારા વર્ષો પહેલા મોરબી પાંજરાપોળમાં રહેતા ગૌવંશો સહિતના અબોલ જીવોના નિભાવ માટે હજારો હેક્ટર જમીન મોરબી પાંજરાપોળને આપી દેવામાં આવી છે જો કે પાંજરાપોળને લોકો તરફથી અવિરત દાન તો મળે જ છે અને પાંજરાપોળ પાસે જે હજારો હેક્ટર જમીન છે તેનો સદુપયોગ કરીને ગૌવંશના ખોરાક માટે જેટલા ચારાની દૈનિક જરૂર હોય છે તેના ૩૦ ટકા જેટલા ચારાની વ્યવસ્થા પાંજરાપોળની વીડીમાંથી કરવામાં આવે છે

મકરસંક્રાંતિએ લોકો દાન આપતા હોય છે ત્યારે આ વર્ષે પણ સવારથી સાંજ સુધીમાં મોરબીના જુદાજુદા વિસ્તારમાં રાખવામા આવેલ સ્ટોલ ઉપર 75 લાખથી વધુનું દાન એકત્રિત કરવામાં આવ્યું હતું તેવી ટ્રસ્ટી પાસેથી જાણવા મળેલ છે. અત્રે ઉલેખનીય છે કે, ગો સેવાના આ યજ્ઞમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિઓ સહિતના દાતાઓ વર્ષ દરમ્યાન ખુલ્લા હાથે દાન આપતા હોય છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે મકરસંક્રતિના દિવસે રાજકીય અને સમાજિક આગેવાન સહિતના લોકો દ્વારા ગૌસેવાના કામ માટે વધુમાં વધુ દાન આપવા માટે મોરબીના લોકોને અપીલ કરવામાં આવી હતી. 






Latest News