મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી પરશુરામ ધામ ટ્રસ્ટના નવા પ્રમુખ હસુભાઈ પંડ્યા


SHARE







મોરબી પરશુરામ ધામ ટ્રસ્ટના નવા પ્રમુખ હસુભાઈ પંડ્યા

આજરોજ પરશુરામ ધામ ખાતે પરશુરામ ધામ ટ્રસ્ટની બેઠકનું આયોજન કરેલ હતુ જેમાં પરશુરામ ધામના પ્રમુખ ભુપતભાઈ પંડ્યા ની તબિયત નાદુરસ્ત રહેતા તેમને સ્વૈચ્છિક રાજીનામુ આપ્યુ હતુ ત્યારે નવા પ્રમુખ તરીકે હસુભાઈ પંડ્યાની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે.

આ સંસ્થાના પુર્વપ્રમુખ ભુપતભાઈ પંડ્યાના કાર્યકાળ દરમિયાન પરશુરામ ધામનો અભૂતપૂર્વ વિકાસ થયેલ છે. અને તેમના જીવનનો એક જ મંત્ર હતો "પરશુરામ ધામનો વિકાસ"  છેલ્લા વર્ષોમાં પરશુરામ ધામમાં અવનવા વિકાસના આયામ સ્થાપિત કરવામાં આવેલ છે જો કે, થોડા સમયથી તેની તબિયત નાદુરસ્ત થતા એમને જવાબદારીમાંથી મુક્ત થવા ટ્રસ્ટી મંડળમાં પ્રસ્તાવ મુક્યો હતો જેથી આજે પરશુરામ ધામમાં નવા પ્રમુખની વરણી કરેલ છે અને હસુભાઈ પંડ્યાને જવાબદારી સોંપી છે ઉલ્લેખનીય છે કે, હસુભાઇ પંડ્યા અનેકવિધ સંસ્થા સાથે સંકળાયેલા છે અને ખૂબ બહોળો અનુભવ ધરાવે છે. ત્યારે નવનિયુક્ત પ્રમુખ હસુભાઈ પંડ્યાને સૌ કોઈએ આવકાર્યા હતા આ તકે અનિલભાઈ મહેતા, કિશનભાઇ ઉપાધ્યાય સહિતના બ્રહ્મ સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા






Latest News