મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી નજીક હેર આર્ટની દુકાનમાંથી 7 બોટલ દારૂ સાથે દુકાનદાર પડકાયો, એકની શોધખોળ: જુના દેવળીયામાંથી દારૂની બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ


SHARE







મોરબી નજીક હેર આર્ટની દુકાનમાંથી 7 બોટલ દારૂ સાથે દુકાનદાર પડકાયો, એકની શોધખોળજુના દેવળીયામાંથી દારૂની બોટલો ઝડપાઇ, આરોપીની શોધખોળ

મોરબીના લાલપર ગામ પાસે આવેલ વિનય હેર આર્ટની દુકાનમાં દારૂનો જથ્થો હોવાની હક્કિત આધારે એલસીબી ટીમે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની સાત બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દુકાનદરની ધરપકડ કરેલ છે અને અન્ય એક શખ્સનું નામ સામે આવતા તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ સોમાણી બાથવેરની ઓફિસ સામે વિનય હેર આર્ટની દુકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબી ટીમને હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની સાત બોટલ મળી આવતા પોલીસે 7790 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી હિમાંશુ મુકેશભાઈ રાઠોડ રહે. હાલ સદગુરુ સોસાયટી ક્રિષ્ના સ્કૂલની પાસે રવાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન હાર્દિક અજયભાઈ સોલંકી રહે. લીલાપર રોડ મોરબી વાળાનું નામ સામે આવ્યું છે જેથી કરીને આ બંને શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી હાર્દિક સોલંકીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

ત્રણ બોટલ દારૂ

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે સ્કૂલ પાસેથી બાઇક લઈને પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસે રહેલા બેગમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ત્રણ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 1571 રૂપિયાની કિંમતની દારૂની બોટલો તથા 25 હજાર રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને 26,571 રૂપિયાની કિંમતનું મુદામાલ કબજે કર્યો હતો અને જો કે, આરોપી તેનું બાઈક અને દારૂની બોટલો ભરેલ બેગ મૂકીને નાસી ગયેલ હોય હાલમાં પોલીસે આરોપી કલ્પેશ જયંતિભાઇ પટેલ રહે. જુના દેવળીયા તાલુકો હળવદ વાળાની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News