મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ઝઘડા કે વિવાદનો અંત લાવીને સમાજને એક કરવાનું કલાકારોએ કામ કરવું જોઈએ: હાસ્ય કલાકાર હકાભા ગઢવી


SHARE







ઝઘડા કે વિવાદનો અંત લાવીને સમાજને એક કરવાનું કલાકારોએ કામ કરવું જોઈએ: હાસ્ય કલાકાર હકાભા ગઢવી

હાલમાં ગુજરાતના બે લોકસાહિત્યકાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં રહેતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ કહ્યું છે કે “સ્ટેજ ઉપર કલાકારો ઝઘડા કરે અને વિવાદ કરે તે યોગ્ય ન કહેવાય અને સમાજને એક કરવાનું કામ કલાકારે કરવું જોઈએ તેવી અપીલ તેમના દ્વારા કરવામાં આવી છે.

હાલમાં જુદા જુદા વિષયનો લઈને કલાકારો વચ્ચે અનેક પ્રકારના વિવાદો ચાલી રહ્યા છે તેવામાં લોક સાહિત્યકાર દેવાયત ખવડ અને બ્રીજરાજદાન ગઢવી વચ્ચેનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે અને છેલ્લે યોજાયેલ લોક ડાયરામાં દેવાયત ખવડે જે સ્ટેજ ઉપરથી વાત કરી હતી તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આગામી દિવસોમાં બ્રીજરાજદાન ગઢવીનો પણ લોકડાયરો યોજવાનો છે ત્યારે આનો જવાબ લોક ડાયરાના માધ્યમથી જ આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે મોરબી જિલ્લાના હળવદ શહેરમાં રહેતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ જણાવ્યું હતું કે “કલાકારો અંદરો અંદર લડે, સ્ટેજ ઉપર લડે તે યોગ્ય ન કહેવાય જેથી કરીને કોઈ પણ ઝઘડા હોય કે વિવાદ હોય તો તેનો અંત લાવવો જોઈએ અને સમાજને એક કરવા માટેનું કામ કલાકારોએ કરવું જોઈએ” તેવી અપીલ તેઓએ કરેલ છે વધુમાં તેમણે એવી પણ ટકોર કરી છે કે “લાયકાત વગરના કલાકારોને સ્ટેજ ન આપવું જોઈએ” અને તેના માટે થઈને સમાજે ધ્યાન રાખવું જોઈએ. આટલું જ નહીં તેમણે તો એવું પણ કહ્યું હતું કે, “કલાકારોના બોલવાથી ઘણી વખત કુટુંબ કે ભાઈઓમાં થતા ઝઘડા અને વિવાદ પણ પૂરા થઇ જાય છે ત્યારે આવા સમયે કલાકારો વચ્ચે ઝઘડા થાય અને સ્ટેજ ઉપરથી નિવેદનો આપવામાં આવે તે યોગ્ય ન કહેવાય.






Latest News