મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી ટીબીગ્રસ્તની વ્હારે, ૧૨ માસ પોષણ રાશન કીટ આપશે


SHARE







મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી ટીબીગ્રસ્તની વ્હારે, ૧૨ માસ પોષણ રાશન કીટ આપશે

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન-૨૦૨૫ ચાલી રહ્યુ છે. જે અંતર્ગત સામાજીક, સેવાભાવી સંસ્થાઓ, સમાજ હિતચીંતકો અને આમ દેશવાશીઓમાં પણ ટીબીમુક્ત ભારત અને સ્વસ્થ ભારતની ભાવના જોવા મળી રહી છે. અને ટીબીના દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ સાથે તેમને મદદરૂપ થઇ રહ્યા છે.

ત્યારે અનેક સેવાકાર્યો કરવા માટે જાણીતી મોરબી સ્થિત મુસ્કાન વેલફેર સોસાયટીના મહિલા સદસ્યો પણ મોરબીની ટીબી હોસ્પિટલે પહોંચ્યા હતા અને ટીબીના પાંચ દર્દીઓને પોષણ રાશન કીટ આપી હતી.અને તેઓને ૧૨ માસ માટે દત્તક લીધા હતા. આ દર્દીઓને એક વર્ષ સુધી સંસ્થા દ્વારા પોષણ રાશન કીટ આપવાની જાહેરાત પણ કરી હતી.ઉમદા માનવીય અભિગમ સાથે ટીબીના દર્દીઓના આરોગ્યમાં સુધારો લાવી તેઓ ટીબી મુક્ત બને તે દિશામાં અન્ય સંસ્થાઓએ, લોકોએ પણ આગળ આવી પ્રધાનમંત્રીના આ અભિયાનને સાર્થક કરવા સહયોગી બનવા તેમજ ટીબી મુક્ત ભારત બનાવવા સંદેશો પાઠવવા સાથે મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે.






Latest News