સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે જીવલેણ અકસ્માત સર્જનારા કાર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE











માળીયા (મી)ના ચાંચાવદરડા પાસે જીવલેણ અકસ્માત સર્જનારા કાર ચાલક સામે ગુનો નોંધાયો

માળિયા (મી)ના ચાચાવદરડા ગામ નજીક રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બનાવમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જેથી તેના ડેડબોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવમાં અન્ય પાંચ લોકોને ઇજા થતાં તેને સારવારમાં લઈ ગયા હતા જે બનાવ સંદર્ભે રિક્ષા ચાલકે હાલમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા (મી)ના ચાંચાવદરડા ગામેથી માળીયા બાજુ જવાના રસ્તે આવેલ સોહમ કોલ નજીક રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રીક્ષા અને કાર અથડાતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ઘટના સ્થળે ભાવનાબેન સંજયભાઈ વિરડા (42) રહે. સોનગઢ તાલુકો માળીયા મિયાણા વાળાનું મોત નીપજયું હતું. જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવમાં ધર્મિષ્ઠાબેન યોગેશભાઈ સનારીયા (38), જાનબાઇ સિકંદર ભટ્ટી (26), સાના ઈકબાલભાઈ કટિયા (4), નસીમબેન ઈકબાલભાઈ કટિયા (34) અને ઇરફાન ગફુરભાઈ માલાણી (20) રહે. બધા માળીયા મિયાણા વાળાઓને ઇજા થયેલ હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તે પૈકી સાના કટિયા નામની બાળકીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને હાલમાં માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઇરફાનભાઇ ગફુરભાઇ માલાણી (21)એ કાર નં. જીજે 10 ડીએન 0527 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેની રિક્ષા નંબર જીજે 1 ટીએફ 2928 ને કાર ચાલકે હડફેટે લીધી હતી જે બનાવમાં રિક્ષામાં બેઠેલા ભાવનાબેનનું મોત નીપજયું છે અને કાર ચાલક અકસ્માત સર્જીને પોતાની કારને મૂકીને નાશી ગયો હતો. હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News