સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

SMC ની રેડની અસર: મોરબીના SP એ કરેલ PSI ની બદલીના ઓર્ડરની હવે અમલવારી કરાઇ


SHARE











SMC ની રેડની અસર: મોરબીના SP એ કરેલ PSI ની બદલીના ઓર્ડરની હવે અમલવારી કરાઇ

મોરબી જીલ્લામાં પેટકોક ચોરીના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને તેને લઈને એસએમસી દ્વારા જ તપાસ કરવામાં આવી રહી હતી તેવામાં આ ગુનામાં સંડોવાયેલા અધિકારી સહિતનાઓ સુધી પહોચવા માટે ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી હતી અને એક અધિકારીની માહિતી પણ એસએમસીના અધિકારી દ્વારા માંગવામાં આવી હતી તેવામાં તાત્કાલિક અસરથી તે અધિકારીની એસપીએ સિંગલ ઓર્ડર કરીને બદલી કરી હતી જો કે, તેની અમલવારી ઘણા દિવસો સુધી કરવામાં આવી ન હતી અને તેના સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ હવે એલસીબીના પીઆઇએ એસપીના ઓર્ડરની અમલવારી કરેલ હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના ગાળા ગામ નજીક ગોડાઉનમાં એસએમસીની ટીમે સફળ રેડ કરી હતી અને ત્યાર બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પેટકોક ચોરીવિશ્વાસઘાત અને છેતરપીંડીનો કુલ મળીને 20 જેટલા શખ્સોની સામે ગુનો નોંધાયો હતો અને જયારે રેડ કરવામાં આવી હતી ત્યારે એસએમસીના અધિકારીઓએ સ્થળ ઉપરથી 12 આરોપીની પેટકોક સહિત કુલ મળીને 3.57 કરોડના મુદામાલ સાથે ધરપકડ કરી હતી. જો કેઆ ગુનામાં હજુ મુખ્ય સૂત્રધાર સહિત કુલ મળીને આઠ આરોપીઓને પડકવાના બાકી છે તેમજ મોરબી જિલ્લામાંથી અન્ય કોણ કોણ આ કાળા કારોબારમાં સંડોવાયેલ છે તેની હક્કિત બહાર લાવવા માટેની તપાસ એસએમસીના અધિકારી જ ચલાવી રહ્યા છે.

તેવામાં મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા ગત તા .13/12 ના રોજ સિંગલ ઓર્ડર કરીને  એલસીબીના પીએસઆઈ કે.એચ.ભોચિયાની લીવ રિઝર્વમાં બદલી કરવામાં આવી હતી જો કેઓર્ડરની ઘણા દિવસો સુધી અમલવારી કરવામાં આવી ન હતી જેથી કરીને તેને સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ તા 24/12 ના રોજ એલસીબીના પીઆઇએ એસપીના ઓર્ડરની અમલવારી કરવામાં આવેલ છે અને પીએસઆઈ કે.એચ.ભોચિયને લીવ રિઝર્વમાં મૂકવામાં આવેલ છે. ઉલેખનીય છે કેએસએમસીની ટીમે તા 7/12 ના રોજ મોરબીના ગાળા નજીક ગોડાઉનમાં રેડ કરી હતી ત્યાર બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 20 શખ્સોની સામે પેટકોક ચોરીવિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધવામાં આવેલ છે જેની તપાસ એસએમસીના અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે.






Latest News