મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

કચ્છના સાંસદ દ્વારા પુર્વ વડાપ્રધાન અટલજીના જન્મદિને સુશાસન  દિવસની ઉજવણી કરાઇ


SHARE







કચ્છના સાંસદ દ્વારા પુર્વ વડાપ્રધાન અટલજીના જન્મદિને સુશાસન  દિવસની ઉજવણી કરાઇ

સુશાસન દિવસઅંતર્ગત દેશનાં પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન શ્રધેય અટલ બિહારી બાજપેયીજીનાં જન્મ જયંતિ નિમિતે કચ્છ લોકસભા દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડાની પ્રેરણા અને યોજનથી અદાણી ઓડીટેરિયમ- ભુજ મધ્યે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા શરૂ કરાયેલી યોજનાઓનાં લાભ વધુને વધુ લોકોને મળે માટે પ્રચાર પ્રસાર થાય અને લાભાર્થીઓને લાભ અને સન્માન આપવા ગુડ ગવર્નસ ડેની ઉજવણી કરાઇ હતી.
આ પ્રસંગે ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ, જીલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા અંગદાન પ્રેણતા સેવાભાવી દિલીપભાઇ દેશમુખ, માંડવી ધારાસભ્ય અનિરુધ્ધભાઈ દવે, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઇ વરસાણી, ભુજ નગરપાલિકા અધ્યક્ષા શ્રીમતી રશ્મિબેન સોલંકી, અરજણભાઈ રબારી, કચ્છ કલેક્ટર અમિત અરોરાજી, જીલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિ અને વિવિધ વિભાગોના અધિકારીઓ, સંગઠન અને પાર્ટીનાં કાર્યકરો, વિશાળ સંખ્યામાં જનતા જર્નાદન અને લાભાર્થી ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે સાંસદ વિનોદભાઇ ચાવડાએ ભારત રત્ન અને લોક હ્રદયમાં સ્થાન ધરાવનાર અટલજીને સ્મરણાજલી આપતાં જણાવ્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનાં વિઝનથી કચ્છ આજે ઔદ્યોગિક હબ બન્યું છે. પ્રવાસન ક્ષેત્રે વિશ્વ વિખ્યાત બન્યું છે. વધુમાં સાંસદે જણાવ્યુ હતુ કે પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત ૧૧,૫૨૪ લાભાર્થી ને ૧૭ કરોડ ૭૪ લાખના લાભ, પ્રધાનમંત્રી સુર્યઘર યોજન અંતર્ગત ૬૨૪૧ રહેણાક મકાનો પર ૪૪ કરોડ ૭૬ લાખનો લાભ, પી.એમ.વિશ્વકર્મા યોજના અંતર્ગત ૮૨૩ લાભાર્થીઓ ને તાલીમ અને ૯૯ લાભાર્થી ને ૯૦ લાખ ૮૫ હજાર, નમો લક્ષ્મી યોજના નમો સરસ્વતી યોજના અંતર્ગત ધો. ૯ અને ૧૦ નાં વિદ્યાર્થીઓ ને ૨ કરોડ ૬૫ લાખ, ધો. ૧૨ નાં વિદ્યાર્થીઓ ને ૨ કરોડ ૩૨ લાખ, વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ને ૪૪ લાખ ૮૨ હજાર રૂપિયાનો લાભ આપવામાં આવેલ છે.






Latest News