મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્પેશિયલ ખેલ મહાકુંભ-૩.૦ અન્વયે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ કરાશે


SHARE







મોરબીમાં સ્પેશિયલ ખેલ મહાકુંભ-૩.૦ અન્વયે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ કરાશે

રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત- ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર મોરબી દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ-૩.૦ નું આયોજન હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત મોરબી જિલ્લાના દિવ્યાંગ ખેલાડી ભાઈઓ અને બહેનો અલગ- અલગ કેટેગરીની વિવિધ સ્પર્ધામાં ભાગ લઇ શકશે.

મોરબી જિલ્લા કક્ષાએ માનસિક રીતે ગ્રસ્ત (MR), શારીરિક રીતે ગ્રસ્ત (OH), અંધજન (BLIND), શ્રવણ મંદ ક્ષતિવાળા (DEAF) તેમજ રાજ્ય કક્ષાએ સેરેબલ પાલ્સી (CP) કેટેગરીના ખેલાડીઓ મહતમ સંખ્યામાં ભાગ લે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે. સ્પર્ધાનું ઓફલાઈન રજીસ્ટ્રેશન આગામી તા. 10/1/25 સુધી કરવામાં આવશે. આ રજીસ્ટ્રેશન ફોર્મ મેળવીને તેમાં સંપૂર્ણ વિગતો ભરીને ખેલાડીઓએ મોડામાં મોડા આગામી તા. 10/1 સુધીમાં જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-મોરબી, ઓમશાંતિ પ્રિ-સ્કૂલની સામે, સુર્યકીર્તિ-૧, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-ર ખાતે કચેરી સમય દરમિયાન જમા કરાવવાના રહેશે. અને સુનિશ્ચિત સમય મર્યાદા વિત્યા બાદ અત્રેની કચેરીને મળેલા અરજી પત્રકો ધ્યાનમાં લેવામાં આવશે નહીં.






Latest News