મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં દવા પી જતા યુવાનને બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયો


SHARE







મોરબીમાં દવા પી જતા યુવાનને બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયો

મૂળ તારાણા-મોરાણાનો વતની અને હાલ મોરબીના નાની વાવડી ગામે કબીર આશ્રમ પાસે આવેલ ભક્તિ સોસાયટી શેરી નંબર-૨ માં રહેતો રોહિત રાયધનભાઈ નાટડા નામનો ૨૪ વર્ષીય યુવાન તા.૨૩ ના સવારે નવેક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર દવા પી ગયો હતો. જેથી તેને બેભાન હાલતમાં અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફૂલતરીયા દ્વારા બનાવની નોંધ કરીને બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે. જ્યારે મોરબી તાલુકાના વાઘપર (પીલુડી) ગામે રહી ખેત મજૂરી કામ કરતો રવિ કિશનભાઈ ખરાડી નામના ૨૦ વર્ષનો યુવાન જેતપર ગામે ઝેરી દવાનો છંટકાવ કરતા હતો તે સમયે અસર થયેલ હોય સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

મૂળ ઉત્તરપ્રદેશનો અને હાલ મોરબી રહેતા જીતેન્દ્ર જાદવ નામના ૩૩ વર્ષના યુવાનને થોડા દિવસો પહેલા કૂતરું કરડ્યું હતું.જેથી હડકવાની અસર ઉપડતા તેને ૧૦૮ વડે મોરબીની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી વીસીપરા ચાર ગોડાઉન નજીક રહેતા રામજીભાઈ હકુભાઈ મુંદરીયા નામના ૭૩ વર્ષના વૃદ્ધને તેઓના ઘરે તેમની દીકરી કાજલબેન દ્વારા માર મારવામાં આવ્યો હતો.જેથી સારવાર માટે સિવિલે ખેસેડાયા હતા અને બનાવની જાણ થતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના રાજુભાઈ ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ સેન્ટ મેરી સ્કૂલ નજીક આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ જનાર્દનભાઈ મિશ્રા નામના ૫૯ વર્ષીય વૃદ્ધ તા.૨૧ ના સવારે દશેક વાગ્યે ઘરેથી યમુનાનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમનું ટુ-વ્હીલર વાહન સ્લિપ થઈ જતા અકસ્માત બનાવમાં ઈજા પામ્યા હતા.જેથી ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.તેમજ મોરબીના કંડલા બાયપાસ નજીક આવેલ પાવઠાની વાડી વિસ્તારમાં રહેતા ભાનુબેન અવચરભાઈ ડાભી નામના ૬૦ વર્ષના વૃદ્ધા સિદ્ધનાથ મહાદેવ મંદિરથી દલવાડી સર્કલ જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ મારી જવાના બનેલ બનાવમાં ભાનુબેન ડાભી નામના વૃદ્ધા ઇજા પામતા તેઓને અત્રેની ખાનગી ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પરપ્રાંતીય વૃદ્ધનું મોત

મૂળ ઉત્તરપ્રદેશના મથુરાના વતની અને છેલ્લા કેટલાક સમયથી હળવદ ખાતે સાધુ જીવન જીવતા રામદેવભાઈ નામના ૭૪ વર્ષીય વૃદ્ધને તા.૨૨ ના રોજ હળવદની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને ત્યાંથી બીમારી સબબ વધુ સારવાર માટે ૧૦૮ વડે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જયાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન તા.૨૩ ના બપોરના બારેક વાગ્યાના અરસામાં મોત નિપજયુ હતું.બનાવ અંગે મોરબી પોલીસ દ્વારા હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.જોકે હળવદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને મૃતકના વાલી-વારસની શોધ ચલાવવામાં આવતા સામે આવ્યુ હતું કે મૃતક સાધુ જીવન જીવતા હતા અને વતનમાંથી તેમના કોઈ સગા આવી શકે તેમ ન હોય પોલીસ દ્વારા અંતિમવિધિ કરવામાં આવી હતી..!






Latest News