મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી નજીક કવાર્ટરમાં ગળાફાંસો ખાઇ લેનારા યુવાન સારવારમાં


SHARE







મોરબી નજીક કવાર્ટરમાં ગળાફાંસો ખાઇ લેનારા યુવાન સારવારમાં

મોરબી તાલુકાના લધીરપુર રોડ ઉપર આવેલ સીરામી કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર રૂમની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ યુપીનો રહેવાસી અને હાલમાં મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ એટોમ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો મહમદયાસીન (19) નામનો યુવાન લેબર કવાર્ટરમાં હતો ત્યારે ત્યાં કોઈ અગમ્ય કારણોસર તેને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી.પટેલ દ્વારા કરવામાં આવી હતી

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયારી પાસે આવેલ કજરીયા સેનેટરીવેરમાં લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા કોકીલાબેન લાલજીભાઈ પરમાર (27) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ પી.એસ.આઇ. ડી.ડી. જોગેલા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં રહેતા રાજા લક્ષ્મીનારાયણ (30) અને નેહા રાજાભાઈ (23) નામના બે વ્યક્તિઓને મારા મારીના બનાવમાં ઇજાઓ થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News