મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના અણિયારી રોડે ભાણેજ સાથે કરેલા ઝઘડાનો ખાર રાખીને મામા સહિત ત્રણ શખ્સોનો યુવાન ઉપર ધારિયા-ધોકા વડે હુમલો


SHARE







માળીયા (મી)ના અણિયારી રોડે ભાણેજ સાથે કરેલા ઝઘડાનો ખાર રાખીને મામા સહિત ત્રણ શખ્સોનો યુવાન ઉપર ધારિયા-ધોકા વડે હુમલો

માળીયા મિયાણા તાલુકામાં આવતા અણીયારી ટોલનાકા રોડ ઉપર અગાઉ મામા સાથે થયેલ માથાકૂટનો ખાર રાખીને ભાણેજ ઉપર ત્રણ શખ્સો દ્વારા ધારિયા અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ યુવાનને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ તેણે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયા મિયાણા તાલુકાના જૂની ખીરઈ ગામે રહેતા ઈકબાલભાઈ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવર (45)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અબ્દુલ ઉર્ફે કાળો ઉમરભાઈ જેડા, ગુલામહુસેન અલાયાભાઈ જેડા અને હૈદરભાઈ અલાયાભાઈ જેડા રહે. બધા નવાગામ વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેના મામાને અગાઉ આરોપી અબ્દુલ ઉર્ફે કાળોના ભાણેજ સાથે માથાકૂટ થઈ હતી જે બાબતનો ખાર રાખીને આરોપીઓ આર્ટિકા કાર નંબર જીજે 39 સીબી 7181 માં અણીયારી ટોલનાકા નજીક રોડ ઉપર આવ્યા હતા અને ત્યાં ત્રણેય આરોપીઓએ ફરિયાદી તથા સાહેને ગાળો આપી હતી અને ત્યારબાદ ગુલામહુસેન જેડાએ ફરિયાદીને ધારિયા વડે માથામાં મારમારીને ઇજા કરી હતી તેમજ હૈદરભાઈએ ધોકા વડે ફરિયાદીને ડાબા હાથમાં માર મારીને મુંઢ ઇજા કરેલ છે જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી છે






Latest News