મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાસે ડમ્પર પાછળ કાર અથડાતાં માળીયા (મી)ના યુવાનનું મોત, બે ને ઇજા


SHARE







મોરબીના ટિંબડી પાસે ડમ્પર પાછળ કાર અથડાતાં માળીયા (મી)ના યુવાનનું મોત, બે ને ઇજા

મોરબી માળિયા નેશનલ હાઇવે રોડ ઉપર ટિંબડી ગામના પાટીયા પાસેથી સ્વિફ્ટ કાર પસાર થઈ રહી હતી ત્યારે આગળ જઈ રહેલા ટ્રક ડમ્પરનો ઓવરટેક કરવા જતા સમયે કાર ડમ્પરની પાછળના ભાગમાં અથડાઈ હતી જેથી કાર ચલાવી રહેલા યુવાને માથામાં અને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જે બનાવમાં કારમાં બેઠેલ ઇજાગ્રસ્તની ફરિયાદ લઈને પોલીસે મૃતક યુવાનની સામે ગુનો નોધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણામાં દરબારગઢ પાછળ મોર શેરીમાં રહેતા મહમહનીફભાઈ કાદરભાઈ ભટ્ટી (28)સ્વીફ્ટ કાર નંબર જીજે 38 બીડી 2199 ના ચાલક અકબરભાઈ અબ્બાસભાઈ સંવાણી રહે. દરબારગઢ પાસે મોવર શેરી માળીયા મીયાણા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર ટિંબડી ગામના પાટીયા પાસેથી અકબરભાઈની ગાડીમાં ફરિયાદી તથા હુસેનભાઇ રહીમભાઈ મોર માળિયા તરફથી મોરબી આવતા હતા દરમિયાન અકબરભાઈએ આગળ જતા ટ્રક ડમ્પર નંબર જીજે 12 એવાય 6444 ની સાઇડ કાપી ઓવરટેક કરવા જતા ડમ્પરની પાછળના ભાગમાં કાર અથડાઇ હતી જે બનાવમાં ફરિયાદીને ડાબા ખભા તથા ડાભી પાંસળીમાં ફ્રેક્ચર જેવી ઈજા થયેલ છે તથા ડાબા હાથની આંગળીઓમાં પણ ઈજા થયેલ છે જોકે આ બનાવમાં અકબરભાઈ સંવાણીને માથામાં તથા શરીરને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જેથી આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News