મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

​​​​​​​હળવદના સુખપરમાં મકાનમાંથી તસ્કરો ૬ તોલા વજનના દાગીના ચોરી ગયા


SHARE





હળવદના સુખપરમાં મકાનમાંથી તસ્કરો ૬ તોલા વજનના દાગીના ચોરી ગયા

હરેશભાઈ પરમાર દ્વારા, હળવદ શહેરમાં બે દિવસ પહેલા મોબાઇલની દુકાનમાં તસ્કરોએ નિશાન બનાવી હતી ત્યારે બુધવારે રાત્રે હળવદ તાલુકાના સુખપર ગામે રહેણાંક મકાનમાં  મકાન માલિક સુતા હતા  ત્યારે  લોખંડની  બારીની ગ્રીલ તોડીને ઘરમાં પ્રવેશ કરીને સોના ચાંદીના ૬ તોલાના દાગીના ચોરી ગયા છે જેથી મકાન માલિકે હળવદ પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસે ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે
હળવદ તાલુકાના સુખપર ગામે રહેતા બનેસીગભાઈ નરસિંહભાઈ અઘારાના મકાનમાં મકાનની બારીની લોખંડની ગ્રીલ તોડીને મકાનના રૂમમાં પ્રવેશ કરીને કબાટ તોડીને કબાટમાં રાખેલ સોનો ચાંદીના દાગીનાની ચોરી કરીને નાસી છૂટયા હતા આ અંગે મકાન માલિક બનેશીગભાઈ અઘારાએ જણાવ્યુ છે કે, મારા મકાનમાં  સોનાનો હાર, કાનની બુટ્ટી, વીંટીઓ, ઓમ, હાર મળીને ૬ તોલો સોનું અને ૨૫૦ ગ્રામ ચાંદીના દાગીનાની ચોરી કરીને કોઈ અજાણ્યા શખ્સોઓ નાસી છૂટયા છે હાલમાં પોલીસે ફરિયાદ લેવા અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News