મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

આગામી સમયમાં આવી રહેલ પોલીસની ભરતી માટે મોરબીમાં ફ્રિ ફિટનેશ ટ્રેનિંગ કેમ્પ યોજાશે


SHARE







આગામી સમયમાં આવી રહેલ પોલીસની ભરતી માટે મોરબીમાં ફ્રિ ફિટનેશ ટ્રેનિંગ કેમ્પ યોજાશે

મોરબીના યુવાનો માટે લશ્કરી, અર્ધ લશ્કરી તેમજ લોકરક્ષક દળ (પોલીસ)માં જોડાવવા માટે સુવર્ણ તક આવી છે. જેમાં  મોરબી યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા દર વખતની જેમ આ વખતે પણ મોરબીના તમામ સમાજના યુવાનો અને યુવતીઓ માટે આગામી સમય માં સરકાર  દ્વારા લશ્કરી, અર્ધલશ્કરી તેમજ લોકરક્ષક(પોલીસ)ની જે  ભરતી આવી રહી હોય એના અનુલક્ષીને મોરબીનું યુવાધન ફિટનેસના વાંકે ફેઈલ ના થાય એ બાબતની ધ્યાન માં રાખીને  ખાસ "ફ્રિ ફિટનેસ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યું છે.

યંગ ઇન્ડિયા ગ્રૂપ આયોજિત તાલીમ વર્ષોના અનુભવી કોચ દ્વારા આપવામાં આવશે જેમના થકી રનિંગ કેમ કરવું ? યોગ્ય ડાયેટ શુ લેવુ ? તેમજ ફિટનેશ બાબતની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. આ પહેલાના ટ્રેનિંગ વર્ગમાં જોડાયેલા લોકોમાંથી ૪૦ જેટલા લોકો પાસ થયા હતા.એ મોરબી માટે ગૌરવની બાબત છે. ત્યારે આ વર્ષે પણ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત આ ટ્રેનિંગમાં જોડાવવા માટે તમામ અરજદારેએ પુરુ નામ, એડ્રેસ અને કાઈ ભરતી માટે જવા માંગો છો જેવી વિગત તા.૨૩-૧૩ સુધીમાં ભાઈઓ માટે મો.૮૦૦૦૮ ૨૭૫૭૭, અને બહેનો માટે મો.૮૯૦૫૮ ૭૭૧૯૦ અથવા ૯૨૭૫૯ ૫૧૯૫૪ ઉપર વોટ્સએપ કરી દેવી અને આપેલ સૂચનાનું પાલન કરવું. સંપર્ક સૂત્ર  ઉપર કોન્ટેક કરવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીની યાદીમાં જણાવ્યું છે.






Latest News