મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

જુકેગા નહીં: મોરબીમાં મુકાય સ્ટ્રેટ લાઇટનો પોલ તૂટી પડ્યો તો પણ લાઇટ ચાલુ !


SHARE







જુકેગા નહીં: મોરબીમાં મુકાય સ્ટ્રેટ લાઇટનો પોલ તૂટી પડ્યો તો પણ લાઇટ ચાલુ !

મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તંત્ર દ્વારા ખૂબ જ વિકાસના કામો કરવામાં આવે છે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ જે વિકાસના કામો કર્યા હોય છે ત્યાર પછી તેની કેવી પરિસ્થિતિ છે તે જોવાની તસ્દી ક્યારેય અધિકારીઓ, નેતાઓ કે પદાધિકારીઓ લેતા નથી તે વાસ્તવિકતા છે તાજેતરમાં રિલીઝ થયેલ પુષ્પા-2 નો ડાયલોગ “જુકેગા નહીં” ને સાર્થક કરતી ઘટના મોરબી નજીકના રવાપર ગામ પાસે જોવા મળી રહી છે આ ગામ પાસેથી પસાર થતી મચ્છુની કેનાલની બંને બાજુથી લોકોની અવરજવર થઈ શકે તે પ્રકારની વાહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યારે લોકોને રાત્રિના સમયગાળા દરમિયાન રસ્તા ઉપરથી પસાર થવામાં અંધારું ન પડે તે માટે થઈને તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઈટના પોલ ઉભા કરવામાં આવ્યા હતા અને સ્ટ્રીટ લાઇટો તેમાં મૂકવામાં આવી છે પરંતુ આ સ્ટ્રીટ લાઇટો હાલમાં કેવી પરિસ્થિતિમાં છે તે જોવાની કોઈ તસ્દી લેતા નથી તેવા ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે જેમાં કેનાલ કાંઠે ઉભો કરવામાં આવેલ એક સ્ટ્રીટ લાઇટનો પોલ તૂટીને કેનાલની અંદર પડી ગયેલ છે તેમ છતાં પણ તેમાં સ્ટ્રીટ લાઈટ ચાલુ છે જો આ વીજ પોલ કેનાલમાં હેતા પાણીમાં પડે અને તેના લીધે ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થાય અને કોઈ જાનહાનિ કે અન્ય કોઈ ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે ત્યારે તંત્ર વાહકો દ્વારા આ કેનાલમાં જુકીને તૂટી પડેલા સ્ટ્રીટ લાઇટના પોલને કોઈ મોટી દુર્ઘટના બને ત્યાં પહેલા હટાવવા માટેની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે






Latest News