મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના બિલીયા ગામે મોડપરીયા ભટ્ટ પરિવારના સુરાપુરા દાદાની જગ્યાએ રવિવારે દશાંશ હવન અને મહાપ્રસાદ યોજાશે


SHARE







મોરબીના બિલીયા ગામે મોડપરીયા ભટ્ટ પરિવારના સુરાપુરા દાદાની જગ્યાએ રવિવારે દશાંશ હવન અને મહાપ્રસાદ યોજાશે

મોરબીના જુના બિલીયા મુકામે સમગ્ર મોડપરીયા ભટ્ટ પરિવારના સુરાપુરા દાદાની જગ્યાએ છેલ્લા કેટલાક દિવસોથી રાજુભાઇ જે.ભટ્ટવાસુદેવભાઇ ભટ્ટદિનેશભાઇ ભટ્ટરમેશભાઈ ભટ્ટચંદ્રેશભાઇ ભટ્ટદિનેશભાઇ ડી.ભટ્ટજીતુભાઇ ડી.ભટ્ટલલીતભાઇ ડી.ભટ્ટ અને શાસ્ત્રી હર્ષદિપ એલ.ભટ્ટબળવંતભાઇ વી.ભટ્ટ વિગેરે દ્વારા સ્થાનિક રોકાણ કરી જપ ચાલુ કરેલ છે. અને સુરાપુરા આ દાદાનું સ્થાનક છે. તેનો પાકો આરસીસી હોલ બનાવવાના કામનો કોન્ટ્રાકટર આપી બાંધકામ ચાલુ કરેલ છે

ઉલેખનીય છે કેસર્વાનુમતે તા.૧૭-૧૨ થી ૨૦-૧૨ આ જગ્યાએ અનુષ્ઠાન ચાલુ કરેલ છે. ભટ્ટ પરિવાર ગ્રૂપના કોઈપણ વ્યક્તિ આ અનુષ્ઠાન જપ યજ્ઞમાં આવી શકે છે અને તા.૨૨ ને રવિવારે સવારે આ જ જગ્યામાં કરેલ જપયજ્ઞના નિમિત્તે દશાંશ હવન અને મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.તો આ પ્રસંગે ભટ્ટ પરિવાર ગ્રુપ અને બિલીયા સુરાપુરા દાદા પરિવાર ગ્રૂપ તેમજ તમામ ભટ્ટ પરિવારને પધારવા આમંત્રણ આપવામાં આવેલ છે. વૃક્ષારોપણ માટે નામ નોંધવાનું ચાલુ છે. અને વ્યવસ્થાના ભાગ રૂપે તા.૨૧ ને શનિવાર સાંજ સુધીમાં આવનાર લોકોની સંખ્યાની જાણ માટે  રાજુભાઇ જે.ભટ્ટ (મો.૯૮૨૪૨ ૩૯૦૯૭) અથવા ચંદ્રેશભાઇ ભટ્ટ (મો.૬૩૫૧૨ ૦૭૬૧૮) ને ફોનથી કરશો. તેમજ આ જગ્યાએ કુળદેવી હિંગળાજ માતાજીબહુચર માતાજીની સ્થાપના કરી છે. જે જુના બીલીયા ગામે સાણંદીયા પરિવારના કુળદેવી બહુચર માતાના શિખર બંધ મંદિર હતુ તે સુરાપુરા દાદા મંદિરના ગ્રાઉન્ડમાં જ છે જેથી તેઓએ કાયમી ધોરણે ભટ્ટ પરિવારને અર્પણ કર્યું છે. તા.૨૨ ને રવિવારે યોજાનાર હવનમાં યજમાન તરીકે વનાળીયા (શારદાનગર) નિવાસી દિનેશભાઇ છોટાલાલ ભટ્ટ અને તેમના ધર્મપત્ની અ.સૌ.જયશ્રીબેન દિનેશભાઇ ભટ્ટ સાતક બેસવાના છે.






Latest News