મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી નજીક એકલ દોકલ વ્યક્તિને લૂંટી લેનારા ગેંગના વધુ એક સાગરીતની ધરપકડ, ત્રણ મોબાઈલ કર્યા રિકવર: રિમાન્ડ મંજૂર


SHARE







મોરબી નજીક એકલ દોકલ વ્યક્તિને લૂંટી લેનારા ગેંગના વધુ એક સાગરીતની ધરપકડ, ત્રણ મોબાઈલ કર્યા રિકવર: રિમાન્ડ મંજૂર

મોરબી નજીક ઓદ્યોગીક વિસ્તારમાં બે બાઈકમાં આવેલા અજાણ્યા ચાર શખ્સોએ યુવાનના ગળા ઉપર છરી મૂકી હતી અને ત્યારે બાદ તેની પાસેથી રોકડ અને મોબાઈલ ફોનની લૂંટ કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે પહેલા આ ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ કરી હતી જો કે, આ ગુનામાં સંડોવાયેલ આરોપી અગાઉ આવી જ ઘટના એક યુવાનની થયેલ હત્યાના ગુનામાં જેલમાં હતો જેથી તેનો ત્યાંથી કબ્જો લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી પોલીસે વધુ ત્રણ મોબાઈલ ફોન કબજે કરેલ છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવ્યા છે.

મૂળ એમપી ના રાજગઢ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લામાં વાંકાનેરના ઢુવા પાસે માટેલ રોડ ઉપર આવેલ ઈનવોલ સિરામિક ફેક્ટરીની ઓરડીમાં રહેતો અને મજૂરી કામ કરતો અમરભાઈ અંબાભાઈ કુશવા (૨૩) નામનો યુવાન ખોખરા હનુમાન પાસે રાત્રિના સમયે આંતરવામાં આવેલ હતો અને બે બાઈક ઉપર આવેલા અજાણ્યા ચાર શખ્સોએ તેના ગળા ઉપર છરી મૂકીને “તારી પાસે જે હોય તે આપી દે” તેવી ધમકી આપી હતી અને તે યુવાનનો 10,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન તથા 2,500 રોકડા આમ કુલ મળીને 12,500 ના મુદ્દામાલની લૂંટ કરીને બાઈક ઉપર આવેલા આજાણ્યા ચાર શખ્સો નાસી છૂટ્યા હતા.

આ ગુનામાં પહેલા પોલીસે અસગર રમજાનભાઈ મોવર, સમીર સુભાનભાઇ મોવર અને હનીફભાઇ અબ્બાસભાઇ ભટ્ટી રહે બધા જ માળીયા તાલુકા વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી લૂંટમાં ગયેલ મોબાઈલ ફોન તેમજ રોકડ કબજે કરી હતી અને આ ત્રણેય શખ્સોની પૂછપરછમાં બનાવ સમયે અવેશભાઇ સુભાનભાઇ મોવર નામનો શખ્સ તેની સાથે હોવાનું સામે આવ્યું હતું જો કે, તે આરોપી અગાઉ આવી જ રીતે યુવાનને લૂંટવા માટે કરાયેલ હુમલાના બનાવમાં યુવાનની હત્યા થયેલ હોવાથી તેની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવેલ હતો જેથી આ આરોપીનો એલસીબીના અધિકારી જેલમાંથી કબ્જો લીધો હતો અને આરોપી અવેશભાઇ સુભાનભાઇ મોવર (19) રહે. માળીયા વાળાની ધરપકડ કરી હતી અને અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે અત્યાર સુધીમાં આ ગુનામાં કુલ મળીને ચાર આરોપીને પકડવામાં આવ્યા છે અને 14 મોબાઈલ ફોન, બે છરી તથા બે બાઈકને કબજે લેવામાં આવ્યા છે અને હજુ રિમાન્ડ દરમિયાન કેટલીક ચોંકાવનારી માહિતી સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે

અકસ્માતમાં ઇજા
ધાંગધ્રા તાલુકાના નિમકનગરમાં રહેતા ચંદુભાઈ લાભુભાઈ જીંજરિયા (60)એ કુડા નિમકનગર રોડ ઉપર વાડીએથી પગપાળા ચાલીને ઘર તરફ જઈ રહ્યા હતા દરમિયાન કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં તેમને ઈજા થવાના કારણે ઇજા પામેલ વૃદ્ધને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News