મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા નજીક ડમ્પર પાછળ ટ્રેલર અથડાતાં વૃદ્ધનું મોત


SHARE













હળવદના જુના દેવળીયા નજીક ડમ્પર પાછળ ટ્રેલર અથડાતાં વૃદ્ધનું મોત

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામ પાસે ડમ્પર ચાલકે અકસ્માત સર્જાય તે રીતે ડમ્પર રોડ ઉપર ઉભું રાખ્યું હતું જેમાં પાછળથી ટ્રક ટ્રેલર અથડાતા અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં ટ્રક ટ્રેલરના ચાલકને કપાળે તથા ગળાના ભાગે ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરાખંડના રહેવાસી અને હાલમાં મુંબઈ ખાતે રહેતા રંગબહાદુર લચ્ચીચંદ ચંદ જાતે ઠાકૂર (38)ડમ્પર નંબર આરજે 27 જીડી 6187 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી અમદાવાદ હાઈવે રોડ ઉપર હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સીમમાં પેટ્રોલ પંપથી આગળના ભાગમાં ડમ્પર ચાલકે જાહેર રોડ ઉપર ટ્રાફિકને ડતરરૂપ થાય અને ગંભીર અકસ્માત સર્જાય તે રીતે પોતાનું ડમ્પર કોઈપણ જાતના લાઈટ કે સિગ્નલ વગર મૂક્યું હતું જેની પાછળ ફરિયાદીના પિતા લચ્ચીચં રતિચંદ ઠાકૂર (60) રહે. હાલ ગાંધીધામ સાઈ કૃપા ફ્રેટ કેરિયર ટ્રાન્સપોર્ટમાં જિલ્લો કચ્છ મૂળ રહે. ઉત્તરાખંડ વાળાનું ટ્રેલર નંબર જીજે 12 ડીટી 8499 અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને જે બનાવમાં ફરિયાદીના પિતાને કપાળ અને ગળાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતક વૃદ્ધના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ઇજા પામેલ વૃદ્ધ સારવારમાં

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા લાલજીભાઈ મૂળજીભાઈ ચાવડા (80) નામના વૃદ્ધ ઘરે હતા ત્યારે તેને ચક્કર આવતા તે પડી ગયા હતા અને દરમિયાન તેને માથામાં ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News