મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મારા ફોટાનો ઉપયોગ કરીને પોસ્ટને વાઇરલ કરનારા સામે કાર્યવાહી કરવા એસપીને સૂચના આપી છે: ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા


SHARE







મારા ફોટાનો ઉપયોગ કરીને પોસ્ટને વાઇરલ કરનારા સામે કાર્યવાહી કરવા એસપીને સૂચના આપી છે: ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા

વર્તમાન સમયમાં યેનકેન પ્રકારે છેતરપિંડી કરવામાં આવે છે અને નાણાકીય ફ્રોડ કરવામાં આવે છે તેવામાં મોરબીના ધારાસભ્ય સહિતના નેતાઓના ફોટો મૂકીને ફોટો સાથે ઘરે બેઠા કામ કરવાની ઓફર આપતી એક પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલ છે જેથી કરીને છેતરપીંડીના આ નવા કીમિયા બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે મોરબીના ધારાસભ્યએ હાલમાં એસપીને સૂચના આપેલ છે.

તાજેતરમાં દરેક જિલ્લામાં 20 લોકોની જરૂર છે. અને ઘરે બેઠા કામ કરવાનું છે તેવી એક પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે જેમાં મોરબીના ધારાસભ્ય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના નેતાઓના ફોટો મૂકવામાં આવેલ છે અને તે પોસ્ટને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જે મોરબીના ધારાસભ્ય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના ધ્યાન ઉપર આવેલ હતી જેથી કરીને તેમણે જણાવ્યુ હતું કે, મોરબીના અનેક ફેસબુક ગ્રુપમાં મહેશ પટેલ અને જ્યોતિ પરમાર નામના આઇડીમાંથી તેના ફોટો સાથેની પોસ્ટ મુકવામાં આવી છે. અને તેમાં “મારે દરેક જિલ્લામાં 20 લોકોની જરૂર છે, ઘરેથી કામ કરો ફકત જિલ્લાનું નામ વોટ્સએપ કરો” આવો મેસેજ લખવામાં આવેલ છે અને એક મોબાઈલ નંબર પણ તે પોસ્ટમાં લખવામાં આવેલ છે. અને આ પોસ્ટમાં જે મોબાઈલ નંબર આપવામાં આવેલ છે તેમાં સંપર્ક કરતાં કોઈ હિન્દી ભાષી વ્યક્તિ વાત કરે છે તેવું સામે આવ્યું છે જેથી છેતરપીંડીનો આ નવો કીમિયો ધારાસભ્યના ધ્યાને આવતાની સાથે જે તેમણે મોરબીના એસપીને સૂચના આપીને સાયબર ક્રાઇમ મારફતે તાત્કાલિક તપાસ કરીને સોશ્યલ મીડિયામાં પોસ્ટ મૂકનારા શખ્સની સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપેલ છે.






Latest News