મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેના વારસદારને ૧.૫૫ લાખની સહાય અર્પણ


SHARE







મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેના વારસદારને ૧.૫૫ લાખની સહાય અર્પણ

મોરબીમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા સ્વ ઓવેસી ભાઈ આમદભાઈ ખુરેશીના પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિમાંથી ૧,૫૫,૦૦૦ ની અવસાન સહાય અર્પણ કરવામાં આવી હતી.

જિલ્લા હોમગાર્ડઝ, મોરબીના મોરબી શહેર યુનિટ ખાતે ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય સ્વ. ઓવેશીભાઇ આમદભાઇ ખુરેશીનું તા. ૬/૬/૨૦૨૪ ના રોજ અવસાન થતા. જિલ્લા કમાન્ડન્ટ ડિ.બી.પટેલની ભલામણને આધારે મે.ડાયરેક્ટર જનરલ, હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ.૧,૫૫,૦૦૦ ની ફરજ સિવાય સામાન્ય સંજોગોમાં અવસાન સહાય મંજુર કરવામાં આવી હતી. તેમના વરસદાર માતૃ અમીનાબેન આમદભાઇ ખુરેશીના નામનો ચેક જિલ્લા કમાન્ડન્ટ ડિ.બી.પટેલ દ્વાર આપવામાં આવ્યો હતો. આ તકે જુનીયર ક્લાર્ક મહિધરસિંહ પી.જાડેજા, ઇન્ટ્રકટર રાજેન્દ્રસિંહ.જે.જાડેજા તથા ઓફીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા તેવું મોરબી જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ ડી.બી.પટેલની યાદીમાં જણાવાયું છે.

વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે
મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૨૧ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ, તાલુકા સેવા સદનની સામે, વાંકાનેર-રાજકોટ હાઈવે, વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક/ એસએસસી/ એચએસસી/ આઇટીઆઇ/ સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું.






Latest News