ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે


SHARE







મોરબીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

મોરબીના ડીડીઓ જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાજપર ખાતે તા. ૨૦/૧૨ ના રોજ સવારના ૯:૦૦ કલાકથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ સમગ્ર આયોજન આરોગ્ય શાખા- જિલ્લા પંચાયત મોરબી, GMERS મેડીકલ કોલેજ- મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- રાજપરના સહયોગથી કરવામાં આવ્યું છે. 

કોઇપણ તંદુરસ્ત વ્યક્તિ કે જે ૧૮ થી ૬૫ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ હોય તેઓ રકતદાન કરી શકે છે. તેમનું ઓછામાં ઓછું વજન ૪૫ કિ.ગ્રા. ની આસપાસ હોવું જોઈએ. હિમોગ્લોબીનનું પ્રમાણ ૧૨.૫ g/dl થી વધારે હોય તે આવશ્યક છે. તેમજ તંદુરસ્ત વ્યક્તિ દર ત્રણ મહિને રક્તદાન કરી શકે છે  આ સેવાકાર્યને સફળ બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, મોરબી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત- મોરબી દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News