મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ટુ વ્હીલર વાહનો માટે નવી સિરીઝના ઈ-ઓક્શન કરાશે


SHARE











મોરબી જિલ્લામાં ટુ વ્હીલર વાહનો માટે નવી સિરીઝના ઈ-ઓક્શન કરાશે

મોરબી જિલ્લામાં ટુ વ્હીલર વાહનો માટે આગામી તા. 19/12 ના રોજ GJ-36-AQ અંતર્ગત 1 થી 9999 સુધીના નંબરોની નવી સીરીઝ શરુ કરવામાં આવશે. તેથી પોતાની પસંદગીના નંબર મેળવવા અરજદારે નિયત ફી રૂ. 2000, ગોલ્ડન નંબરની ઓછામાં ઓછી ફી રૂ. 8000 તથા સિલ્વર નંબરની ઓછામાં ઓછી ફી રૂ.3500 સરકારના નિયમ અનુસાર ભરવાની રહેશે.

જેમાં ગોલ્ડન નંબરની સિરીઝમાં 1, 5, 7, 9, 11, 99, 111, 333, 555, 777, 786, 999, 1111, 1234, 2222, 3333, 4444, 5555, 7777, 8888, 9000, 9009, 9009, 9090, 9099, 9909, 9990, 9999- આ નંબર માટે રૂ. 8000 ની ફી નિર્ધારીત કરવામાં આવી છે. તેમજ સિલ્વર નંબરની સિરીઝમાં 2, 3, 4, 8, 10, 18, 27, 36, 45, 54, 63, 72, 81, 90, 100, 123, 200, 222, 234, 300, 303, 400, 444, 456, 500, 567, 600, 678, 700, 789, 800, 888, 900, 909, 1000, 1001, 1008, 1188, 1818, 1881, 2000, 2345, 2500, 2727, 2772, 3000, 3456, 3636, 3663, 4000, 4455, 4545, 4567, 5000, 5005, 5400, 5445, 5454, 6000, 6336, 6363, 6789, 7000, 7007, 7227, 7272, 8000, 8008, 8055, 8118, 8181- આ નંબર માટે રૂ. 3500 ની ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ સિવાય ઉકત જણાવેલા નંબરો સિવાયના અન્ય નંબરો માટે રૂ. 2000 ની ફી નિર્ધારિત કરવામાં આવી છે. ગોલ્ડન અને સિલ્વર નંબરોની ફાળવણી ઈ- ઓક્શનથી જ કરવામાં આવશે. GJ- 36- AQ સીરીઝમાં પસંદગીના નંબર માટે અરજી જે વાહનોનો ટેક્ષ/ કર મોરબી એ.આર.ટી.ઓ. કચેરી ખાતે ભરપાઈ કરવામાં આવેલા હોય તેવા જ ફોર્મને પસંદગી નંબર માટે ધ્યાનમાં લેવામાં આવશે.

પસંદગીના નંબરો મેળવવા માટે આગામી તા. 19/12 ના સાંજના 4:00 કલાકથી આગામી તા. 25/12 ના સાંજના 4:00 સુધી https://parivahan.gov.in/fancy/ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આગામી તા. 25/12 ના સાંજના 4:00 કલાકથી તા 27/12 ના સાંજના 4:00 કલાક સુધી બીડીંગ પ્રોસેસ ચાલુ રહેશે. અને આગામી તા. 27/12 ના રોજ સાંજના 5:00 કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ થયેલ ઈ- ઓક્શનનું પરિણામ જાહેર થશે. જે પરિવહન વેબસાઈટ પર ઓનલાઈન પણ જોઈ શકાશે. આ સિવાય પસંદગીના નંબરના અરજદારે પુછપરછ કરવા માટે રૂબરૂ સંપર્ક સાધવો નહિ. વાહન માલિકોએ સૌ પ્રથમ WWW.PARIVAHAN.GOV.IN આ વેબસાઈટ પર જઈને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવાનું રહેશે. અને સફળ અરજદારોએ સુનિશ્ચિત કરાયેલી સમય મર્યાદામાં બીડની રકમનું ઈ- પેયમેન્ટ કરીને ફોર્મ એ.આર.ટી.ઓ. કચેરી મોરબી ખાતે જમા કરવામાં અરજદાર નિષ્ફ્ળ જશે તો ભરપાઈ કરેલી રજીસ્ટ્રેશન રકમ જપ્ત થશે અને પસંદગી નંબર આપોઆપ રદ થઈ જશે. ત્યારબાદ પેયમેન્ટ વગરની અરજીઓને રદબાતલ ગણવામાં આવશે. તેમ સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




Latest News