મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં માત્ર પુરસ્તકયુ નહીં, પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે નીલકંઠ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે યોજાઇ ચૂંટણી


SHARE







મોરબીમાં માત્ર પુરસ્તકયુ નહીં, પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે નીલકંઠ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે યોજાઇ ચૂંટણી

મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓમાં નાનપણથી જ મતદાના માટે જાગૃતતા આવે અને મતદાનની પ્રક્રિયાથી વાકેફ થાય તે માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેના ભાગરૂપે જે રીતે વિધાનસભાની ચૂંટણી હોય અને પ્રચાર કરવામાં આવે તેવી જ રીતે આ ચુંટણીમાં ઉમેદવાર બનેલા વિદ્યાર્થીઓએ દ્વારા પોતાને મત મળે તે માટે શાળામાં પ્રચાર કરવામાં આવેલ હતો અને આજે ચૂંટણી માટેનું મતદાન યોજાયું હતું જેમાં તમામ ફરજો વિદ્યાર્થીઓએ પૂરી કરી હતી.

સામાન્ય રીતે ચૂંટણી આવે ત્યારે માહોલ ગરમાઈ છે તેવો જ માહોલ આજે મોરબીના રવાપર રોડે આવેલ નીલકંઠ વિદ્યાલયમાં જોવા મળ્યો હતો કેમ કે, શનાળા સંચાલક જીતેન્દ્રભાઈ વડસોલા સહિતનાઓ દ્વારા વિદ્યાર્થીઓને મતદાન, ચૂંટણી પ્રક્રિયા વિગેરેની માહિતી મળી રહે તે માટે મોરબી માળિયા વિધાનસભા-65 ની ચૂંટણી હોય તેવો માહોલ શાળામાં પૂરો પાડવામાં આવેલ છે અને આ ચુંટણીમાં ધો. 6 થી 9 માં ભણતા વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાન વિષયમાં આવતા વિવિધ પાઠ જેવા કે સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર, લોકશાહીમાં સમાનતા, ભારતીય બંધારણ, સંસદ અને કાયદો, ખરડો, ઠરાવ, સરકારનાં વિવિધ અંગો વગેરેની માત્ર પુરસ્તકમાં હોય તેટલી જ માહિતી નહીં પરંતુ પ્રેક્ટિકલ જ્ઞાન પણ મળે તે માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના આઠ વિદ્યાર્થીઓએ ઉમેદવારી કરી હતી. તેમજ વિદ્યાર્થીઓને જ ચૂંટણી અધિકારી તેમજ સ્ટાફની કામગીરી માટેની માહિતી શિક્ષક દ્વારા આપવામાં આવી હતી. ત્યાર બાદ આજે શાંતિપૂર્ણ માહોલમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નેતાને ચૂંટવા માટે મતદાન કર્યું હતું. અને આવતી કાલે આ મતોની ગણતરી કરવામાં આવશે. તેવી માહિતી નીલકંઠ વિદ્યાલયના સંચાલક જીતેન્દ્રભાઈ વડસોલાએ આપેલ છે.






Latest News