મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળિયા (મી)માં ખેડૂતોને બોગસ બિયારણ પધારવીને છેતરપિંડી, ૮૭ લાખનું નુકશાન: ખેડૂતોએ બોટાદના વેપારી સામે કરી પોલીસમાં અરજી


SHARE













માળિયા (મી)માં ખેડૂતોને બોગસ બિયારણ પધારવીને છેતરપિંડી, ૮૭ લાખનું નુકશાન: ખેડૂતોએ બોટાદના વેપારી સામે કરી પોલીસમાં અરજી

માળિયા મિયાણા તાલુકામાં ખેતીની જમીન રાખીને ૩૦૦ વીઘા જમીનમાં કપાસના પાકનું વાવેતર કર્યું હતું જો કે, બોટાદના વેપારીએ સર્ટીફાઈડ બીયારણ છે એવું કહી બોગસ બીયારણ આપ્યું હતું જેથી કરીને કપાસના પાકમાં મોટું નુકશાન થાય તેવી શક્યતા છે જેથી કરીને ખેડૂતોની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોવાની માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવવા માટે ખેડૂત દ્વારા અરજી કરવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયા મિયાણા તાલુકાના નવાગામના વતની અને હાલ મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ સરદાર નગર સોસાયટીમાં રહેતા નવીનભાઇ ચતુરભાઈ ઘુમલીયાએ માળીયા તાલુકા પીઆઇને છેતરપિંડીની અરજી કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, બોટાદ જિલ્લાના કુંડલી ગામે રહેતા અમરાભાઈ રબારી પાસેથી બીયારણ લીધેલ હતું જેમાં તેની  સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે વધુમાં તેને જણાવ્યુ છે કે, તે બાંધકામ તથા ખેતીનો ધંધો કરેલ છે અને બાંધકામના ધંધામાં મંદી આવતાં તેઓએ તેમજ પંકજભાઈ રામજીભાઈ સાદરીયા અને રવજીભાઈ ધરમશીભાઈ ઘુમલીયાઆ વર્ષે ખેડૂતોની જમીન વિઘરોટી પર રાખી મોટા પાયે ખેતી કરવાનું આયોજન કર્યું હતી અને માળિયા તાલુકાના ખેડૂતોની ૩૦૦ વિઘા ખેતીની જમીન રાખેલ હતી.

ચોમાસામાં કપાસનું વાવેતર કરેલ હતું અને તેના માટેનું બીયારણ અમરાભાઇ રબારી પાસેથી લીધેલ હતું જેનુ વાવેતર કરવામાં આવ્યું હતું જો કે, આરોપીએ તેના અંગત સ્વાર્થ અને લાભ માટે અરજદાર અને સાહેદોનો વિશ્વાસમાં લઈ છેતરપીંડી કરી હતી અને સર્ટીફાઈડ બીયારણ છે એવું કહી બોગસ બીયારણ આપ્યું હતું તે બિયારણ વાવવાથી ખેડૂતોને ૩૦૦ વિધા ખેતીની જમીનમાં ઓછામાં ઓછું કપાસનું ઉત્પાદન એક વીધે ૧૫ મણ ગણતા ૪,૫૦૦ મણ કપાસનું ઉત્પાદન થવુ જોઈએ પરંતુ તેના બદલે ૨૫૦ મણ કપાસનું ઉત્પાદન થાય તેમ નથી જેથી તેઓની સાથે છેતરપીડી અને વિશ્વાસઘાત કરેલ છે અને જેના તેમને તથા તેઓના ભાગીદારોને ૮૪ લાખ રૂપીયા જેટલું નુકશાન કરેલ છે. જેથી ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ છે.






Latest News