મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

માળિયા (મી.)ના વવાણીયા નજીકથી મળી આવેલ અજાણ્યા મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ


SHARE







માળિયા (મી.)ના વવાણીયા નજીકથી મળી આવેલ અજાણ્યા મૃતક યુવાનની ઓળખ મેળવવા તજવીજ

માળીયા (મી) તાલુકાનાં વવાણીયા ગામની સીમમા રણ વિસ્તારમા અજાણ્યા 40 વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવેલ હતો અને બીમારી સબબ તે યુવાનનું મોત નીપજયું હતું જો કે તેના વાલી વારસ મળી આવેલ નથી જેથી મૃતકના મૃતદેહને મોરબી સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવેલ છે.

વધુમાં પોલીસે આપેલ માહિતી મુજબ મૃતક યુવાનનો શરીરે પાતળો બાંધો, વાને ઘઉવર્ણમાથાના ભાગે લાંબા કાળા વાળ તથા દાઢી છે. તથા શરીરે ભુખરા કલરનો શર્ટ તથા બ્લુ કલરની ટુકી ચડી પહેરેલ છે જમણા હાથે ત્રાજવેથી હીન્દીમાં “ભોલે” ત્રોફાવેલ છે અને ગળામા પીળા કલરની ધાતુનો ચેન, જમણા હાથના કાંડામાં પીળી ધાતુનુ કાંડુ, જમણા હાથની ત્રીજી આંગળીમાં પીળી ધાતુની વીટી પહેરેલ છે. હજુ સુધી આ મૃતક યુવાનનો પત્તો લાગેલ નથી જેથી તેના કોઈ સગા સબંધીને કોઈ જાણતું હોય કે પછી મૃતક યુવાનને ઓળખતુ હોય તો મોબાઈલ નંબર 63572 40716 કે પછી 99130 60167 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News