મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાંથી કલમ 45 (ડી) હેઠળ કરેલા કામોની વિગત, નંદીઘરમાં કરવામાં આવેલા ખર્ચાની વિગત અને આવાસ યોજનાની માહિતીનું રેકર્ડ ગુમ: જીલ્લા કોંગ્રોસ પ્રમુખનો ગંભીર આક્ષેપ


SHARE







મોરબી સમગ્ર ગુજરાતમાં વિકાસના નામે કોનો વિકાસ થયો છે અને કેટલો વિકાસ થયો છે તે તો જગજાહેર છે પરંતુ સરકારી ચોપડે સરકારી કામમાં થયેલી ગેરીતિઓ લોકો સમક્ષ ઉજાગર થાય તેમાં અધિકારીઓ પણ વિપક્ષને સહકાર આપતા નથી. તેવો ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે છેલ્લા ચાર મહિના જેટલા સમયથી મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા નગરપાલિકામાં ભાજપ સત્તા ઉપર હતો ત્યારે કલમ 45 (ડી) હેઠળ કરેલા કામો, નંદીઘરમાં કરવામાં આવેલા ખર્ચા અને આવાસ યોજનાની વિગતો માંગવામાં આવી રહી છે પરંતુ સરકારી ચોપડે નોંધાયેલી વિગતો પણ વિપક્ષને આપવામાં આવતી નથી જેથી કરીને નગરપાલિકામાંથી ભ્રષ્ટાચારના ભોરિંગ સમાન કામોની ફાઇલો તથા રેકર્ડ ગુમ થઈ ગયા છે તેઓ આક્ષેપ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યા છે

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ નગરપાલિકા ઉપર ગંભીર આક્ષેપ કરેલ છે જેમા જણાવ્યુ છે કે, મોરબી નગરપાલીકા કચેરી દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના, મોરબીને ઢોરમુક્ત બનાવવા નંદીઘર, ૪૫(ડી) હેઠળના કામો તેમજ ભુગર્ભ ગટરને લગતા કામો જે છેલ્લા વર્ષોમાં કરવામાં આવેલ છે. તે કામો પ્રજાના ટેક્સની આવકમાંથી કરવામાં આવેલ છે અને તેમાં પજાનો પરસેવાનો રૂપિયો વપરીયેલ છે. જેથી આ કામોને લગતી વિગતો ગત તા.40/7/24 થી વિરોષષક્ષ દ્વારા લેટરપેડ ઉપર માંગેલ છે તો પણ આપવામાં આવેલ નથી જેથી પાલિકાના વર્તમાન વહીવટદાર અને ચિફઓફિસર પણ પ્રજા સમક્ષ સત્ય આવે તેવુ ઇચ્છતા ન હોય તેવો ઘાટ દેખાઇ રહ્યો છે.

વઘુમાં તેમણે જણાવ્યુ છે કે, જે કામોની વિગતો માંગવામાં આવી છે તે તમામ કામોમાં ક્યાંકને ક્યાંક ગેરરીતી અને ભષ્ટાચાર થયો હોય તેવુ હાલમાં દેખાઇ રહ્યુ થે અને એટલા જ માટે તેનુ રેકર્ડ હાલમાં નગરપાલીકા કચેરી ખાતેથી ગુમ થઈ ગયેલ હોવાની શંકાના વાદળો ઘેરાઈ રહેલ છે. જો ઉપરોકત માહિતી પ્રજા સમક્ષ આવે તો તેમાં અનેક અધિકારીઓ તથા નેતાઓના ભ્રષ્ટાચારનો ચહેરો ખુલ્લો પડે તેમ છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી. એટલા જ માટે આજ દિન સુધી પાલિકામાંથી કોંગ્રેસને વારંવાર માંગવા છતા કોઈ પણ પ્રકારની માહિતી પુરી પાડવામાં આવેલ નથી. 

આ માહિતી માટે અગાઉ લેખિત રજૂઆત કરવામાં આવી હતી તેમજ ત્યારબાદ પાલિકા કચેરીમાં ધારણા પ્રદર્શન અને આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે અધિકારીએ માહિતી આપવાની ખાતરી આપી હતી પરંતુ વારંવાર ખાતરી આપીને અધિકારી ફરી જાય છે અને માહિતી આપતા નથી જેથી કરીને પાલિકામાંથી 45 (ડી) હેઠળ થયેલા કામો, નંદીઘર, આવાસ યોજના વિગેરેની ફાઈલો અને રેકર્ડ ગુમ કરી દેવામાં આવ્યો છે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.






Latest News