મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોળી સમાજ કાલે મિટિંગ યોજાશે: મોરબીમાં કાલે નેચરલ વસ્તુઓનું રાહતદારે વેચાણ કરાશે


SHARE







મોરબી જિલ્લા કોળી સમાજ કાલે મિટિંગ યોજાશે

મોરબી જિલ્લામાં કોળી સમાજના ભાઇઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને કાલે તા 1/12 ને રવિવારના સાંજના પાંચ વાગ્યે મોરબી કોળી સમાજ વિદ્યાર્થી બોર્ડિંગ કલેક્ટર કચેરી પાછળ આદર્શ નિવાસી સામે મોરબી-2 ખાતે મીટીંગ રાખવામા આવેલ છે આ મીટીંગમાં સમાજને લગતા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવશે જેથી કરીને મોરબી, માળીયા, હળવદ, વાંકાનેર અને ટંકારાના સમાજના ભાઇઓને મીટીંગમાં આવવા માટે સમાજના આગેવાનોએ અખબારી યાદીમાં જણાવ્યુ છે.

હરડે પ્રચાર કેન્દ્ર મોરબી

મોરબીમાં આવેલ માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ આર.ડી.સી.બેન્કના દરવાજા પાસે તા 1/12 ને રવિવારે સવારે 8 થી 12 સુધી નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે. જેમાં હરડે પાવડર, ગીલોય ઘનવટી, નેચરલ સાબુ,ડાંગ ની રાગી ના ભૂંગરા તથા લોટ મળશે ,ગૌમૂત્ર અર્ક, કેળા ના  પાપડ ,આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક,નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી, રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ અને રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા, વેલણ, જેરણી વગેરે રાખવામા આવશે. તેવું મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરએ જણાવ્યુ છે.






Latest News