મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી અને માળિયા પંથકમાં બે સગીરાઓ પ્રેગનેટ હોવાનું ખુલતા પોલીસ તપાસ શરૂ


SHARE







મોરબી અને માળિયા પંથકમાં બે સગીરાઓ પ્રેગનેટ હોવાનું ખુલતા પોલીસ તપાસ શરૂ

મોરબી તાલુકા વિસ્તાર તથા માળિયા તાલુકા વિસ્તારમાં બે જુદાજુદા ગ્રામ્ય વિસ્તારોની અંદર કામ કરતા પરપ્રાંતીય પરિવારની બે સગીરાઓને સારવાર માટે મોરબી સિવિલએ લાવવામાં આવી હતી અને બંને પ્રેગનેટ હોવાનું સામે આવતા હાલ આ બાબતે પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા ગ્રામ્ય વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારની ૧૫ વર્ષની સગીરાને પેટમાં દુખાવો ઉપડતા તેણીને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવી હતી અને અહીં તપાસ ચેકઅપ કરવામાં આવતા તેણી પ્રેગનેટ હોવાનું સામે આવતા હાલ આ બાબતે તાલુકા પોલીસ દ્વારા આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.તે રીતે જ મોરબીના માળીયા મિંયાણા તાલુકાના ગ્રામ્ય વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની ૧૪ વર્ષની સગીરાને પણ પેટમાં દુખાવો થતાં સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવી હતી અને ચેક કરવામાં આવતા તેણી પણ પ્રેગ્નેટ હોવાનું સામે આવ્યું હતું.જેથી આ બનાવ અંગે માળિયા પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને માળિયા પોલીસ દ્વારા આ બાબતે આગળની વધુ તપાસ શરૂ કરાયેલ છે.હાલના સમયમાં દિકરીઓના પરીવારે ધ્યાન રાખવુ અતિ જરૂરી બન્યુ છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

માળિયા મિંયાણાના રાસંગપર ગામે વાલજીભાઈ બાવરવાની વાડીએ રહીને મજૂરીકામ કરતાં પ્રિયંકાબેન અસુડિયાભાઈ સંગોડિયા (ઉમર ૨૨) તથા અસુડિયાભાઈ સંગોડિયા (ઉમર ૨૩) ને મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.આ અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ સ્ટાફે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળિયા પોલીસમાં જાણ કરી હતી.

વૃદ્ધા સારવારમાં

સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે રહેતા હીરાબેન નારણભાઈ પરમાર નામના ૭૧ વર્ષીય વૃદ્ધા મંદિર તરફ જતા હતા.ત્યારે રસ્તામાં અજાણ્યા બાઈક ચાલકે તેમને હડફેટે લેતા તેઓને ઇજા પહોંચી હતી.જેથી મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના હળવદ ખાતે આવેલ ભવાનીનગર પંચમુખી ઢોળા વિસ્તારમાં રહેતા નેહાબેન કરશનભાઈ ઝિંઝુવાડીયા નામની ૨૧ વર્ષની મહિલા રીક્ષામાંથી ઉતર્યા હતા.ત્યારે કોઈ અજાણ્યા કાર ચાલકે તેઓના કારનું ટાયર તેણીના પગ ઉપરથી ફેરવી દેતા ઇજાગ્રસ્ત હાલતમાં તેણીને પણ મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. આ બનાવ અંગે જાણ થતા મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરીને આ અંગે હળવદ પોલીસમાં જાણ કરી હતી.






Latest News