મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામ પાસે કુવામાં ઝંપલાવીને પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત


SHARE







મોરબીના પીપળી ગામ પાસે કુવામાં ઝંપલાવીને પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા પીપળી ગામ પાસે ખેતરમાં આવેલા કુવામાં ઝંપલાવીને મૂળ પાટણના પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું હતું અને બંનેના મોત નિપજયા હોય પોલીસે તપાસ શરૂ કરી છે.બંને મૃતકોનો પરિવાર છેલ્લા બે વર્ષથી મોરબી તાલુકાના જ પીપળી રોડ ઉપર આવેલા કારખાનામાં રહીને મજૂરી કામ કરે છે.બંને સાથે જ અહીં રહે છે જોકે પરિવાર એક નહીં થવા દે તેવી બાબતને લઈને યુવક-યુવચીએ અંતિમ પગલું ભરી લીધુ હોય તે દિશામાં હાલ તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગણપતસિંહ ઝાલા દ્વારા જાણ કરવામાં આવી હતી કે પીપળી ગામે ભરતભાઈ પટેલની વાડીના કુવામાં સ્ત્રી અને પુરુષની લાશ તરી રહી છે.જેથી તાલુકા પોલીસની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને બંને મૃતદેહો કે જે કોહવાઈ ગયેલા હતા તેને બહાર કાઢવામાં આવ્યા હતા.વધુ તપાસ કરવામાં આવતા સામે આવ્યું હતું કે, મૂળ પાટણના બે પરિવાર મોરબીના પીપળી રોડ ઉપર આવેલ કેરામીક સીરામીક નામના યુનિટમાં લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરે છે અને આ બે પરિવારોના સંતાનો એવા અંકિત ભલાજી ઠાકોર (ઉમર ૧૯) રહે.હારીજ પાટણ તેમજ મિતલબેન પ્રતાપજી ઠાકોર (ઉમર ૧૮) રહે.સમી પાટણ વાળાઓએ કૂવામાં ઝંપલાવ્યુ હતું અને બંનેના મોત નિપજયા છે.વધુમાં મોરબી તાલુકા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે છેલ્લા બે વર્ષથી આ બંને પરિવારો મોરબીના કારખાનામાં રહીને મજૂરી કામ કરે છે અને દરમિયાનમાં આ પરિવારના અંકિત ઠાકોર અને મિતલબેન ઠાકોર વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.જોકે પરિવાર એક નહીં થવા દે તેવી બાબતને લઈને બંનેએ મોરબીના પીપળી ગામ પાસે આવેલ ભરતભાઈ પટેલની વાડીના કુવામાં ઝંપલાવીને જીવનનો અંત આણ્યો હતો.હાલ બનાવને પગલે તાલુકા પોલીસ મથકના વી.ડી.ખાચર દ્વારા આ બનાવની નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

ઝેરી જનાવર કરડી ગયું

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ઓમની સિરામિક નામના કારખાનાની અંદર લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રેમોબેન પ્રતાપભાઈ બારૈયા (51) નામના મહિલા કારખાને હતા ત્યારે ત્યાં ઝેરી જનાવર કરડી જતાં તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે છે

બે યુવાન ઉપરથી નીચે પડ્યા

મોરબી તાલુકાના રાજપર અને નસીતપર વચ્ચેના રોડ ઉપર આવેલ નીલકંઠ વર્કસ ખાતે ઇલેક્ટ્રીક કામ દરમિયાન ઉંચાઈ ઉપરથી નીચે પડવાના કારણે બે યુવાનોને ઇજા થઈ હતી જેમાં ઉમેશ કરમશીભાઈ વનાણી (28) રહે. કુલગ્રામ તાલુકો વઢવાણ તથા રામજીભાઈ મેરામણભાઇ માવદીયા (26) રહે. એન.પી. કોલેજ રોડ પાણીના ટાંકા પાસે કેશોદ વાળાને ઇજાઓ થઇ હોવાથી સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરી હતી.






Latest News