મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જેલમાં બંધ કેદીનો વિડીયો વાયરલ થતા ડીવાયએસપી સહિતની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ


SHARE







મોરબી સબ જેલમાં રાખવામા આવેલા કેદીનો એક વિડીયો ઇન્સ્ટાગ્રામ ઉપર વાઇરલ થયેલ છે જેથી કરીને હાલમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવેલ છે અને હાલમાં ડીવાયએસપી સહિતના અધિકારીઓએ દ્વારા જેલમાં જે કેદીનો વિડોયો લાઈવ થઈને વાયરલ થયેલ છે તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.

મોરબી જેલમાંથી અગાઉ માવા મળી આવ્યા હતા અને હાલમાં એક કેદીએ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ કર્યું હોવાનો મેસેજ વિડીયો સાથે વાયરલ થયો છે. જેમાં કેદીનું નામ બાબુ દેવા કનારા હોવાનું અને જેલમાંથી તેને rajveer_ahir_kanara નામના ઈન્સ્ટાગ્રામ આઇડીમાંથી લાઈવ કર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે અને જે કેદીનો વિડીયો છે તે ગેંગ રેપના કેસમાં જેલમાં બંધ છે. અને જામનગરમાં યુવતી સાથે દુષ્કર્મ અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા અને હૈદ્રાબાદમાં લૂંટનો ગુનો નોંધાયેલ છે.

વધું મળી રહેલ માહિતી મુજબ આગાઉ આરોપી બાબુ દેવા કનારા ભુજપોરબંદર સહિતની જેલમાં પણ રહી ચૂક્યો છે. અને છેલ્લા છ માસથી તેને જેલ બદલી થઈ મોરબી સબ જેલમાં રાખવામાં આવ્યો છે આ મામલે જેલ અધિક્ષક સહિતની ટિમ તપાસ કરી રહી છે તેવામાં મોરબી જિલ્લાના વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડા અને એસઓજીની ટિમ હાલમાં જેલમાં પહોચી છે અને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. અને સાંજ સુધીમાં નવા જૂની સામે આવે તેવી શક્યતા છે. અને જે કેદીનો વિડીયો છે તે હાલમાં મોરબીની જેલમાં જ છે.






Latest News