મોરબી વાંકાનેર હાઇવે ઉપર બાપાસીતારામની મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં શોટ લાગતાં એક યુવાનનું મોત, એક સારવારમાં વાંકાનેર તાલુકામાં ગેરકાયદે-ઓવરલોડ ખનીજનું પરિવહન કરતાં 4 ડમ્પર ઝડપાયા: 1.10 કરોડનો મુદામાલ કબ્જે મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને અનંતની વાટ પકડી


SHARE











મોરબી નજીક હોટલના રૂમમાં ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

મોરબીના નવલખી બાપાસ રોડ ઉપર આવેલ હોટલના રૂમની અંદર ખેવારિયા ગામના યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખેવારીયા ગામે રહેતા હિમાંશુભાઈ વસંતભાઈ રાજપરા (24) એ મોરબીના નવલખી બાયપાસ રોડ ઉપર આવેલ પવિત્ર હોટલના રૂમની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તે યુવાનનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને તેના પરિવારજનો મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ એ.આર.સારદીયા ચલાવી રહ્યા છે અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે.

યુવાનનું મોત

વાંકાનેર નજીક આવેલ ક્યુટોન સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી જયંત યુધિષ્ઠિરરાય (41) નામનો યુવાન પોતાના લેબર કવાર્ટરની અંદર હતો ત્યારે કોઈ કારણોસર તેનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની વિક્રમભાઈ વર્મા દ્વારા વાંકાનેર સુધી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News