મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે ફાઇનાન્સની ઓફિસનું શટર-તિજોરી ખોલીને રોકડા 7 લાખની ચોરી


SHARE







મોરબીના શનાળા રોડે ફાઇનાન્સની ઓફિસનું શટર-તિજોરી ખોલીને રોકડા 7 લાખની ચોરી

મોરબીના સનાળા રોડ ઉપર સત્યમ પાન વાળી શેરીમાં માઇક્રો ફાઇનાન્સ પ્રા. લિ. નામની ઓફિસના શટરના તાળાં ખોલીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ઓફિસમાં પ્રવેશ કરીને તિજોરીના લોક ખોલીને તેમાંથી રોકડા 7,01,500 ની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ પડધરી તાલુકાના ખોખરી ગામના રહેવાસી અને હાલમાં મોરબીના નાનીવાવડી રોડ ઉપર ભૂમિ ટાવરની પાછળના ભાગમાં કબીર પાર્કમાં રહેતા જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (36)એ અજાણ્યા શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં માઈક્રો ફાઇનાન્સ પ્રા.લિ. નામની તેમની ઓફીસ આવેલ છે અને તેના શટરના તાળા ખોલીને ઓફિસની અંદર પ્રવેશ કરી તિજોરીમાં રાખવામાં આવેલ રોકડા 7,01,500 ની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજા તથા તેની ટીમ ચલાવી રહી છે.






Latest News