મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

મોરબીની માળિયા ફાટક ચોકડીએ બાઈક-છોટાહાથી વચ્ચે અકસ્માત: મહિલા સહિત ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં


SHARE







મોરબીની માળિયા ફાટક ચોકડીબાઈક-છોટાહાથી વચ્ચે અકસ્માત: મહિલા સહિત ઇજા પામેલ બે વ્યક્તિ સારવારમાં

મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે બાઈક અને છોટાહાથી વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઈજા પામેલ બે વ્યક્તિઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નાની વાવડી ગામે રહેતા સુનિલભાઈ ડાયાભાઈ વાઘેલા (44) અને મંજુબેન ગિરીશભાઈ વાઘેલા (40) નામના બે વ્યક્તિઓને અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તે બંનેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મોરબીની માળિયા ફાટક ચોકડી પાસે બાક અને છોટાહાથી વાહન વચ્ચે અકસ્માત થયો હતો જેમાં સુનિલભાઈ તથા મંજુબેનને ઇજાઓ થયા હોવાથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબીના વિજયનગર શેરી નં-1 માં રહેતા ધર્મેન્દ્રભાઈ મોહનભાઈ ખંડોલા નામનો યુવાન મોરબીના લાયન્સનગર તરફ જતો હતો ત્યારે કુબેર ફાટક નજીક સાયકલ સ્લીપ થવાના કારણે યુવાનને ઇજા થતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

દવા પી જતાં સારવારમાં

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમની સામેના ભાગમાં ધર્મેન્દ્ર હાઇટ્સમાં રહેતા દીપક રમેશચંદ્ર પંડ્યા (42) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઘરે હતો ત્યારે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબીના નવાગામ ખાતે રહેતો અમર ઓમપ્રકાશ ચૌધરી (29) નામનો યુવાન બાઇક લઈને લીલાપર ચોકડીએ વસ્તુ લેવા માટે જતો હતો ત્યારે ગામ નજીક બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા હિતેશ મનુભાઈ સાદુ (33) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ફીનાઈલ પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News