ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં અનુ. જનજાતિ અને અનુ. જાતિના લાભાર્થીઓ મરઘાં પાલન તાલીમ યોજનાનો લાભ મેળવી શકશે


SHARE











મોરબી જિલ્લામાં અનુ. જનજાતિ અને અનુ. જાતિના લાભાર્થીઓ મરઘાં પાલન તાલીમ યોજનાનો લાભ મેળવી શકશે

મોરબી જિલ્લામાં અનુસુચિત જનજાતિ અને અનુસુચિત જાતિના લાભાર્થીઓ માટે મરઘાં પાલન તાલીમ અંતર્ગત લાભ મેળવવા માટે સ્ટાઈપેંડ પેટે રૂપિયા ૨૦૦૦ ની સહાય આપવાની યોજના અમલમાં છે. તે માટે ઇચ્છુક અરજદારે આઈ ખેડૂત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/Public/frm_Public_GhataksWithGroupAndMainScheme.aspx આ લિંક પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ ઘટક અંતર્ગત પુનઃ લાભ મેળવવાની ઓછામાં ઓછી સમય મર્યાદા ૦૩ વર્ષ જેટલી રાખવામાં આવી છે. આગામી તારીખ ૩૧/૧૨/૨૦૨૪ સુધી આ વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી તાત્કાલિક ધોરણે કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરતી વખતે બારકોડેડ રેશનકાર્ડબેન્કના બચત ખાતાની પાસબુક અથવા રદ કરાયેલો ચેકમરઘાં પાલન તાલીમનું પ્રમાણપત્રસરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્રસક્ષમ અધિકારીશ્રી દ્વારા પ્રમાણિત કરાયેલ જાતિના દાખલાની નકલ સાથે જોડવાની રહેશે. તેમજ જો દિવ્યાંગ કેટેગરીના લાભાર્થી હોય તો સક્ષમ અધિકારીશ્રી દ્વારા પ્રમાણિત કરાયેલ દિવ્યાંગ હોવા અંગેના પ્રમાણપત્રની નકલ સાથે જોડવાની રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે નાયબ પશુપાલન નિયામકશ્રીની કચેરીપશુપાલન શાખાજિલ્લા પંચાયત ભવનમોરબી ખાતે રૂબરૂ સંપર્ક સાધી શકાશે. આ યોજના હેઠળ મહત્તમ લાભાર્થીઓ લાભ મેળવવા અંગે અરજી કરે તેમ મદદનીશ પશુપાલન નિયામકઘનિષ્ઠ મરઘાં વિકાસ ઘટકરાજકોટ કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.  






Latest News