ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા ગામે આર્થિક સંકણામણથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ આધેડ સારવારમાં


SHARE







હળવદના જુના દેવળીયા ગામે આર્થિક સંકણામથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ આધેડ સારવારમાં

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા આધેડે આર્થિક સંકણામથી કંટાળીને વાડી વિસ્તારમાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ હળવદ તાલુકા પોલીસને હદમાં બનેલ હોય ત્યાં બનાવની જાણ કરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા ગણપતભાઈ ડાયાભાઈ સુરેલા (55) નામના આધેડે અમરશીભાઈ દેવજીભાઈ પટેલની વાડીએ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફુલતરીયા દ્વારા કરવામાં આવી હતી તેઓની પાસેથી મળેલ માહિતી મુજબ આર્થિક સંકણામથી કંટાળીને આધેડે આ પગલું ભરેલ છે. આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી આ બનાવની ત્યાં જાણ કરવામાં આવી છે

સાપ કરડી ગયો

માળીયા તાલુકાના સરવડ ગામે રહેતા ઘનશ્યામભાઈ ત્રિભોવનભાઈ સરડવા (45)ને વાડી વિસ્તારમાં હતા ત્યારે ત્યાં સાપ કરડી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ આ બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલ હોય માળિયા પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News