મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા દિવાળીની આર્મી-BSF ના જવાનો સાથે ઉજવણી કરાઇ


SHARE







મોરબીની પી.જી. પટેલ કોલેજ દ્વારા દિવાળીની આર્મી-BSF ના જવાનો સાથે ઉજવણી કરાઇ

મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિચારોને અનુમોદન આપવા કોલેજના પ્રમુખ દેવકરણભાઈની પ્રેરણાથી અને આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ ની આગેવાનીમાં સતત સાતમાં વર્ષે દિવાળીના મહાપર્વની ઉજવણી કચ્છ ખાતે આવેલ ભારત પાકિસ્તાન બોર્ડર પર તેનાત આર્મી અને BSF ના જવાનોને મીઠાઈ અને નમકીનના વિતરણ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે 500 કિલો થી વધુ શુદ્ધ ઘીની મીઠાઈઓ અને નમકીનનું વિતરણ જવાનોને કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં કોલેજના આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ કોલેજના સ્ટાફ વિપુલ ગોસ્વામી તથા દીપ મણીયાર, એચડીએફસી બેન્કના બ્રાન્ચ મેનેજર નૈમિષ ભટ્ટ, રાયપુરના બિઝનેસમેન હિરેન કક્કડ તથા મયુર કક્કડ પોપ્યુલર એજન્સીના ભૂમિત દફતરી સરકારી શાળાના આચાર્ય રાજુભાઈ વ્યાસ, કોલેજના ભૂતપૂર્વ વિદ્યાથી અને હાલ અગ્રણી ઉદ્યોગપતિઓ જેવા કે દિનેશ વિડજા, પિયુષ પટેલ, કમલેશ પનારા, દીપક અંબાણી, વિશાલ બાવરવા, હિરેન બાવરવા, ખોડીદાસ વીડજા, ત્રીપેશ પનારા, દીક્ષિત પનારા, મિલન ચાડમિયા તથા વિદ્યાર્થીઓ અભિષેક વીડજા, જૈનીશ સોરીયા ,ઓમ વિડજા ,હર્ષિત પનારા, સ્મિત પનારા તથા દેવષઁ ભટ્ટ જોડાયા હતા.






Latest News