મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે જરૂરિયાતમંદ બાળકોને ફટાકડા-ભોજન કરાવી દિવાળી ઉજવી


SHARE











મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે જરૂરિયાતમંદ બાળકોને ફટાકડા-ભોજન કરાવી દિવાળી ઉજવી

માણસના ભીતરમાં રહેલા અંધકારને દૂર કરીને તેજોમય પ્રકાશ ફેલાવવાનું પર્વ એટલે દીપોત્સવી ખરેખર બીજાના જીવનમાંથી અંધકાર દૂર કરીને નવી આશાઓ, ઉમગનો રંગ ભરી દેવો એ જ આ દિવાળીની સાચી ઉજવણી છે. ત્યારે દરેક તહેવારોની આ રીતે પ્રેરણાદાયી ઉજવણી કરવા માટે જાણીતા મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ખાસ કરીને અનેક અભાવો વચ્ચે જીવતા સામાન્ય પરિવારના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગરીબ બાળકોને ફટાકડાની કીટ આપી સ્વાદિષ્ટ ભોજન કરાવીને દિવાળીની ઉજવણીનો સાચો મર્મ દિપાવ્યો હતો.

મોરબીમાં શહીહ ભગતસિંહના કાંતિકારી વિચારોને વરેલા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આપવાના આનદ અભિયાન હેઠળ દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે જેમાં આપવાનો આંનદ એટલે જે લોકો જીવનના અનેક અભાવોથી વંચિત હોય એમની સાથે પરિવાર જેવી આત્મીયતા કેળવીને તહેવારોની સાચા અર્થમાં ખુશી આપવી. આવી રીતે યંગ ઇન્ડિયા ગ્રુપ દરેક તહેવારોની સર્વધર્મ સમભાવની જેમ ઉજવણી કરીને અભાવોથી વંચિત લોકોની જિંદગીમાં ઉમગનો રંગ ભરી દે છે. ત્યારે આજે તેજોમય પ્રકાશ પર્વ દીપોત્સવીની આવી રીતે પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.

દિવાળીની પ્રેરણાદાયી ઉજવણી સંદર્ભે યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દિલના દીવાઓ પ્રજલિત કરી આનંદ ના અજવાળાકરવાનો અવસર..આ અંગે તેમના શબ્દોમાં જોઈએ તો તેઓ કહે છે તમને ખબર છે કે તમે જેવી જિંદગી જીવો છો એવી જિંદગી સમગ્ર વિશ્વમાં માત્ર દસ ટકાના નસીબમાં જ લખાયેલી છે, બાકીના નેવુ ટકા લોકો તમે જેવી જિંદગી જીવો છો એવી જિંદગી જીવવાનું સપનું જોતા હોય છે. ત્યારે દિલમાં માનવતા, ઉદારતા અને પ્રામાણિકતાનો દીવડો ઝગમગતો રાખીએ, સમગ્ર વિશ્વમાં આપોઆપ ઉજાસ ફેલાશે. દિવાળી અને નવું વર્ષ એ માત્ર કેલેન્ડર બદલવાની ઘટના નથી પણ એક નવી શરૂઆત કરવાનો અવસર છે. ઘર સાફ થઈ ગયાં પણ દિલનું શું? આ તહેવાર હળવાં થવાનો મોકો આપે છે.

સવાલ એ જ હોય છે કે આપણે આ મોકાનો ઉપયોગ કરીએ છીએ કે નહીં? કંઈ છૂટતું નથી, કંઈ બદલાતું નથી, માત્ર રોજે રોજ તારીખિયાનું એક પાનું ખરતું જાય છે અને જિંદગીનો એક-એક દિવસ ઘટતો જાય છે. દિવસો તો વિતવાના જ છે, એને કોઈ રોકી શકવાનું નથી. આપણે જો એ ચાલ્યા જતાં દિવસોનો અફસોસ ન કરવો હોય તો શ્રેષ્ઠ માર્ગ એ છે કે એને શ્રેષ્ઠ રીતે જીવી લેવા!!! એટલા માટે જ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી અલગ અલગ વિસ્તારમાં રેહતા જરૂરિયાતમંદ નાના બાળકોને દિવાળી દિવસે આશરે ૨૦૦૦ બાળકોને વિવિધ ફટાકડાની કીટ તથા સ્વાદિષ્ટ હલવા અને ગુલાબ જાંબુ સાથે ભોજન જમાડીને વિતરણ કરીને દિવાળીની ઉજવણી કરી અને આવનાર નવા વર્ષમાં પણ આવા સમાજ ઉપયોગી કામ કરવાની નેમ કરી જીંદગીને શ્રેષ્ઠ રીતે જીવી લેવાની એક નાનકડી કોશિશ કરી હોવાનું અંતમાં દેવેનભાઈએ જણાવ્યું હતું.






Latest News