મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી સેસન્સ કોર્ટમાથી લેન્ડ ગ્રેબિંગના કેસના બે આરોપી થયા જામીન મુક્ત


SHARE







મોરબી સેસન્સ કોર્ટમાથી લેન્ડ ગ્રેબિંગના કેસના બે આરોપી થયા જામીન મુક્ત

મોરબીની સેસન્સ કોર્ટમા લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ થયેલ આરોપીઓ મનુભાઈ બુટાભાઈ ટીંડાણી (કોળી) અને બુટાભાઈ રત્નાભાઈ ટીંડાણી (કોળી)ના જમીન માટે અરજી કરી હતી અને કોર્ટે તે બંનેના જામીન મંજૂર કરેલ છે

મોરબી તાલુકા પોલીસે ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના આરોપીઓએ ફરીયાદીની માલીકીની મોરબી તાલુકા અને જાતી સમુદાયક ખેતી સહકારી મંડળીને કાયદેસર રીતે મળેલ મોરબી તાલુકાના ગીડચ ગામના સર્વે.નં . ૯૫/૨ ની હેકટ૨-૩-૮૪-૪૫ ચો.મી. વાળી સાંથણીની જમીનમાં આ કામના આરોપીઓએ અનઅધીકૃત રીતે ગે૨કાયદેસર કબજો કરી જમીન પચાવી પાડી ફરીયાદીને જમીનમાં જવાનો કાયદેસરનો હકક હોય તેમ છતાં જમીનમાં જતા રોકી ખેતીકામ કરવા નહી આપી આ મંડળીની જમીનમાં આરોપીઓએ આજદીન સુધી કબજો ચાલુ રાખી ગુનો કર્યા બાબતની મો૨બી તાલુકા પોલીસે આરોપીઓ વીરુધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પતીબંધ કાયદાની કલમ, ૪ (૩), ૫ (સી) મુજબ તથા એટ્રીસીટી એકટની કલમ૩ (૧), (જી), (એક) મુજબ ગુનો નોંધી ધરપકડ કરવામા આવેલી હતી આ આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર ધારાશાસ્ત્રી દીલીપ આર. અગેચાણીયા રોકાયેલ હતા અને આરોપી તરફે દલીલ કરવામાં આવેલી કે આરોપી તદન નીદોષ છે ખોટી ફરીયાદ આધારે પોલીસે ખોટી રીતે આરોપીઓને ગંભીર ગુનામાં સંડોવી દીધેલ છે આ કામમાં મોટાભાગની તપાસ પુરી થઈ ગયેલ છે અને આરોપીની સીધી કે આડકતરી આ ગુનામાં સંડોવણી નથી કોઈ ગુનાહીત ભુતકાળ ધરાવતા નથી . પ્રથમ દર્શનીય રીતે આરોપીઓની આ ગુનામાં સંડોવણી નથી તેમજ બેઈલ માટેના વીવીધ ચુકાદાઓ રજુ કરેલ હતા ત્યારે આરોપી પક્ષની દલીલ માન્ય રાખી આરોપીઓને શરતી જામીન પર છોડવાનો હુકમ કરેલ છે આ કામમાં આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીય૨ ધારાશાસ્ત્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, સુનીલ માલકીયા, મોનીકાબેન ગોલતર, હીતેશ પરમાર રોકાયેલા હતા .






Latest News