મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન પાસે ડેમુ આડે પડતું મુક્તા ટ્રેન હેઠળ કપાઈ જવાથી વૃદ્ધનું મોત


SHARE







મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન પાસે ડેમુ આડે પડતું મુક્તા ટ્રેન હેઠળ કપાઈ જવાથી વૃદ્ધનું મોત

મોરબી નજીકના નજરબાગ રેલવે સ્ટેશન પાસેથી વાંકાનેર બાજુ થી મોરબી આવી રહેલી ડેમુ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે વૃદ્ધે ટ્રેનની આડે પડતું મુકતા ટ્રેન હેઠળ કપાઈ જવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતા આંબાભાઈ મૂળજીભાઈ કોરડીયા (65) નામના વૃદ્ધે વાંકાનેર તરફથી મોરબી બાજુ આવી રહેલ ડેમુ ટ્રેન નજરબાગ રેલવે સ્ટેશન પાસેથી પસાર થતી હતી ત્યારે ડેમુ ટ્રેનની આડે પડતું મુકતા ટ્રેન હેઠળ કપાઈ જવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ મૃતકના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ ડી.એમ. રાંકજા ચલાવી રહ્યા હોય તેમની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ડેમુ ટ્રેનની આડે પડતું મુકતા ટ્રેન હેઠળ શરીર કપાઈ જવાના કારણે વૃદ્ધનું મોત નીપજયું હતું જેથી કરીને આ આપઘાતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં
હળવદના નરાળી ગામે ઘરે થયેલ મારામારીના બનાવમાં ઇજા થતા ભરતભાઈ નાગરભાઈ મકવાણા નામના ત્રીસ વર્ષના યુવાનને પ્રથમ જેતપર પીએચસી ખાતે સારવારમાં લઈ જવાયો હતો અને બાદમાં અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર એરીકોમ સીરામીક પાસે બાઈક અકસ્માત થયો હતો જેમાં બાઈક વાળાએ હડફેટ લેતા પ્રદીપભાઈ રામલાલ પરમાર (ઉમર ૩૨) રહે.બોન્ઝ સીરામીક પાસે માટેલ રોડને ઇજાઓ થઈ હતી.

યુવતી સારવારમાં
ટંકારા તાલુકાના સાવડી ગામે આવેલ જયનગર વિસ્તારમાં રહેતી મીરાબેન વેલજીભાઈ ભાનુ નામની ૧૮ વર્ષની યુવતી બાઈકમાં બેસીને વાડીએથી ઘરે જતી હતી.ત્યારે રસ્તામાં કાર ચાલકે તેઓને હડફેટ લેતા મીરાબેનને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સિવિલે લવાયા હતા.જ્યારે હળવદ તાલુકાના સાપકડા ગામ પાસે બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં કિશન દેવજીભાઈ ધામેચા (૩૪) અને વિપુલ દેવજીભાઈ ધામેચા (૩૦)  બંને રહે. વાવડી તાલુકો ધાંગધ્રા જી.સુરેન્દ્રનગરને ઇજા થતા બંનેને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.






Latest News