મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

વાંકાનેરના દલડીમાં રસ્તો બંધ કરવાની બાબતે બે પરિવાર વચ્ચે બોલાચાલી, ઝઘડો અને મારામારી: હવે સામસામી ફરિયાદ


SHARE







વાંકાનેરના દલડીમાં રસ્તો બંધ કરવાની બાબતે બે પરિવાર વચ્ચે બોલાચાલી, ઝઘડો અને મારામારી: હવે સામસામી ફરિયાદ

વાંકાનેર તાલુકાના દલડી ગામે રસ્તો બંધ કરવાની બાબતે બે પરિવાર વચ્ચે બોલાચાલી, ઝઘડો અને મારામારી થઈ હતી જે બનાવ સંદર્ભે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને પક્ષેથી સામસામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના દલડી ગામે રહેતા ઉસ્માનભાઈ હૈયાતભાઇ પરાસરા (58)એ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નિઝામભાઈ મામદભાઈ પરાસરા, મહેબૂબભાઈ મામદભાઈ પરાસરા અને આશિયાનાબેન નિઝામભાઈ પરાસરા રહે. બધા દલડી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, દલડી ગામે તેઓની માલિકીના પ્લોટની બાજુમાં આવેલ રસ્તોને આરોપીઓ બંધ કરતા હોય ફરિયાદી તથા સાહેદ ત્યાં વાતચીત કરતા હતા ત્યારે આરોપીઓએ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી તથા સાહેદ નઇમને લાકડાના ધોકા વડે માર માર્યો હતો જ્યારે ફરિયાદીના પત્ની જીલુબેનને આશિયાનાબેને મૂઢમાર મારીને ઇજા કરી હતી અને ફરિયાદી તથા સાહેદને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી તેમજ ફરિયાદીની ગાડી નંબર જીજે 3 એચકે 7284 માં નુકસાની કરી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધ દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

તો સામા પક્ષેથી મહેબૂબભાઈ મામદભાઈ પરાસરા (46)એ ઉસ્માનભાઈ હૈયાતભાઇ પરાસરા ઉર્ફે ગનીભાઈ, જીલુબેન ઉસ્માનભાઈ પરાસરા, નઇમ ઉસ્માનભાઈ પરાસરા રહે. બધા દલડી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી પોતાના મકાનનો જુનો જાપો કાઢીને નવો જાપો નાખવો હોવાથી ત્યાં માપ કાઢતા હતા ત્યારે આરોપીઓએ ફરિયાદીને કહેલ કે અમારી માલિકીના પ્લોટમાં જવાનો રસ્તો છે તે રસ્તો તમે કેમ બંધ કરો છો તેમ કહીને ફરિયાદીને ગાળો આપી તેમજ ધોકા અને લાકડી વડે ફરિયાદીને માથાના ભાગે માર મારીને ઈજા કરી હતી અને ફરિયાદીના ભાઈને પણ ધોકા વડે માર મારીને ઈજા કરી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ફરિયાદીના પત્ની આશિયાનાબેન સાથે જીલુબેન પરાસરાએ જપાજપી કરી ગાળો આપી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 






Latest News