મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ડોક્ટર મહિલાને મરવા મજુબર કરનાર ડોક્ટર પતિ સામે નોંધાયો ગુનો


SHARE







મોરબીમાં ડોક્ટર મહિલાને મરવા મજુબર કરનાર ડોક્ટર પતિ સામે નોંધાયો ગુનો

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા ડોક્ટર મહિલાએ તેના જ ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ હતો જે બનાવમાં મૃતક મહિલાના ભાઈએ તેના બનેવી સામે ફરિયાદ કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેના બહેન ડોક્ટર હતા અને તેના લગ્ન પણ ડોક્ટર સાથે જ કરાવ્યા હતા જો કે, તેના જમાઈ ઘર ચલાવવા પૈસા આપતા ન હતા અને ફરિયાદીને બહેનને  દુઃખ ત્રાસ આપતા હતા જેથી તેને આપઘાત કર્યો હતો જે બનાવમાં પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ હળવદના સુરવદર ગામના રહેવાસી અને હાલમાં હળવદના સરા રોડ ઉપર આવેલ વસંતપાર્કમાં રહેતા સચિનભાઈ રમેશભાઈ દેસાઈ (26) એ તેમના બનેવી ડો.તેજસ નાગરભાઈ ભુવા રહે.સોમનાથ સોસાયટી મહેન્દ્રનગર તા.મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે.જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 9/8/2024 ના રોજ ફરિયાદીના બહેન મિતાલીબેને તેના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. કેમ કે, તેની બહેનને તેના બનેવી જે ડોક્ટર છે તેના દ્વારા ઘર ચલાવવા માટે પૈસા આપવામાં આવતા ન હતા અને ઘરેણાં પણ પહેરવા ન આપીને દુઃખ ત્રાસ આપતા હતા જેથી કરીને ફરિયાદીની બહેને આપઘાત કરી લીધો હતો. હાલમાં પોલીસે મૃતક મહિલાના ભાઈની ફરિયાદ લઇને તેના બનેવીની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.






Latest News