મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઠીકરીયાળામાં ગરબીમાંથી બાઇક કાઢવાની ના પાડતાં યુવાનને ત્રણ શખ્સોએ છરી બતાવીને ઢીકાપાટુનો માર માર્યો


SHARE







વાંકાનેરના ઠીકરીયાળામાં ગરબીમાંથી બાઇક કાઢવાની ના પાડતાં યુવાનને ત્રણ શખ્સોએ છરી બતાવીને ઢીકાપાટુનો માર માર્યો

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામે મંદિર પાસે ગરબીમાં બાળાઓ ગરબે રમતી હતી ત્યારે ત્યાંથી ત્રીપલ સવારી બાઈક લઈને અવારનવાર નીકળતા શખ્સને ગરબે રમતી બાળાઓના વર્તુળમાંથી બાઇક લઈને નીકળવાની યુવાને ના પાડી હતી જે બાબતનો ખાર રાખીને ત્રણેય શખ્સો દ્વારા યુવાનને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને છરી બતાવીને ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામે રહેતા અશ્વિનભાઈ ગેલાભાઈ માંડાણી (25)એ હાલમાં હર્ષદભાઈ રાજાભાઈ નાકિયા રહે. ઠીકરીયાળા દેવ ડાભી રહે. કુવાડવા અને એક અજાણ્યો શખ્સ આમ કુલ મળીને ત્રણ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ઠીકરીયાળા ગામના રામજી મંદિર ચોકમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો હોય નાની દીકરીઓ ત્યાં ગરબે રમતી હતી દરમ્યાન ત્રણેય આરોપીઓ બાઈક નંબર જીજે 13 બીઇ 6248 લઈને રામજી મંદિર ખાતે ગરબીમાં આવી રાસ રમતી બાળાઓના વર્તુળમાંથી પસાર થતા હોય ફરિયાદી યુવાને આરોપીઓને ગરબીના વર્તુળમાંથી પસાર થવાનીના પાડી હતી જે બાબતનો ખાર રાખીને ત્રણેય આરોપીઓએ યુવાનને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને દેવ ડાભીએ છરી બતાવી હતી અને ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News