મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

આખરી નોટિસના અંતે કાર્યવાહી: મોરબીમાં તંત્રએ બુલડોઝર ફેરવીને 6 વીઘા સરકારી જમીન ખુલ્લી કરી


SHARE







આખરી નોટિસના અંતે કાર્યવાહી: મોરબીમાં તંત્રએ બુલડોઝર ફેરવીને 6 વીઘા સરકારી જમીન ખુલ્લી કરી

મોરબીના લીલાપર રોડ ઉપર સરકારી જમીન ઉપર ભાજપના આગેવાને છેલ્લા ઘણા વર્ષોથી દબાણ કર્યું હતું તેની કોંગ્રેસના પ્રમુખે રજૂઆત કરી હતી જેથી કરીને તંત્ર દ્વારા દબાણ દૂર કરવા માટે આખરી નોટિસ આપવામાં આવી હતી જેનો સમય વીતી ગયો તો પણ સરકારી જમીનને ખુલ્લી કરવામાં આવી ન હતી જેથી કરીને સિટીના ઇનચાર્જ મામલતદાર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે બુલડોઝર લઈને ત્યાં પહોચ્યા હતા અને સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને છ વીઘા જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી

મોરબીમાં લીલાપર રોડ ઉપર આવેલ વજેપર ના સર્વે નંબર 1116 માં દબાણ બાબતે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા થોડા સમયે પહેલા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી જેથી ટંકારા તાલુકા ભાજપના માજી પ્રમુખ અરવિંદભાઈ બારૈયા દ્વારા કરવામાં આવેલ દબાણ માટેની ડીએલઆર દ્વારા સ્થળ ઉપર માપણી કરવામાં આવી હતી અને માપણી દરમિયાન 22,523 ચોમી સરકરી જગ્યા ઉપર દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી તે દબાણને દૂર કરવા માટે આખરી નોટિસ આપવામાં આવી હતી જો કે, દબાણ સો ટકા દૂર કરીને સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ ન હતી જેથી કરીને તંત્ર દ્વારા દબાણને દૂર કરવા માટેની આજે કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરબી સિટીના ઇનચાર્જ મામલતદાર હિતેશભાઇ કુંડારિયા સાથે આવતા કરતા તેમણે કહ્યું હતું કે, કલાસિક પાર્ટી પ્લોટની બાજુમાં સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું જે દબાણને દૂર કરવા માટે આખરી નોટિસ આપવામાં આવી હતી અને તે નોટિસ પિરિયડનો સમય પૂરો થયેલ હતો તો પણ દબાણને દૂર કરવામાં આવેલ ન હતું જેથી આજે મોરબી એ ડિવિઝનના પીઆઇ, બે પીએસઆઈ તેમજ 25 જેટલા પોલીસ જવાનોને સાથે રાખીને વહીવટી તંત્ર પહોચ્યું હતું. અને સરકારી જમીન ઉપર બનાવવામાં આવેલ દીવાલ અને પિલ્લર બુલડોઝર ફેરવીને તોડી નાખવામાં આવેલ છે.

અત્રે ઉલેખનીય છે કે, જે સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતી તે કેટલા વર્ષથી દબાણ કરવામાં આવ્યું હતું તેની વહીવટી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારે પ્રાથમિક તપાસમાં અંદાજે 10 વર્ષથી દબાણ હોવાનું સામે આવ્યું હતું જેથી તે મુજબ સરકારી જમીન ઉપર દબાણ કરનારા વ્યક્તિ પાસેથી સરકારી નિયમ મુજબ દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે જોકે, બિનાઆધાર ભૂત સૂત્રોના કહેવા મુજબ આજે સરકારી જમીનને સો ટકા દબાણ મુક્ત કરવા માટે બંદોબસ્ત સાથે તંત્ર પહોચ્યું હતું પરંતુ કોઈ કારણોસર મંડપ સર્વિસને લાગતો માલસામાન ત્યાં પડ્યો હતો તેને દૂર કરાવ્યા વગર જ અધિકારીઓએ તમામ દબાણને દૂર કરવા માટેની સૂચના આપીને નીકળી ગયા હતા.






Latest News