મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી પોલીસ દળની ઘોડી ‘પટ્ટી’નું બિમારીથી મોત


SHARE







મોરબી પોલીસ દળની ઘોડી ‘પટ્ટી’નું બિમારીથી મોત

મોરબીના રફાળેશ્વર ગામે આવેલ પોલીસ હેડ કવાટરમાં પોલીસ વિભાગની સરકારી ઘોડી ‘પટ્ટી’નું મોત નિપજેલ છે.  મોરબી પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઈવે રફાળેશ્ર્વર ગામની પાસે આવેલ પોલીસ હેડ કવાર્ટર ખાતે આવેલ માઉન્ટેન યુનીટ કે જેમાં પોલીસ વિભાગના અશ્વ અને ડોગ હોય છે. તે પૈકી પટ્ટી નામની ઘોડી બીમાર હતી. જેથી ડો.નિલેશ ભાડજાને સારવાર માટે બોલાવવામાં આવ્યા હતા. જો કે જોઈ તપાસીને તેઓએ ઘોડીને મૃત જાહેર કરી હતી. જેથી માઉન્ટેન યુનીટના જીતેન્દ્રસિંહ એમ. ઝાલાએ આ બાબતે મોરબી તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી. જેની આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના બી.જી. દેત્રોજાને સોંપવામાં આવેલ છે.

સાપ કરડી જતા સારવારમાં
 માળીયા (મીં)ના ભાવપર ગામે રેલ્વે ફાટક નજીક સાપ કરડી જતા વૃજકિશોર મુરેલાલ પ્રજાપતિ (ઉ.50) રહે. ભાવપરને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જયારે મોરબી-માળીયા (મીં) હાઈવે ઉપર આવેલ ટીંબડી ગામના પાટીયા પાસે રહેતા પંકજભાઈ રાધેશ્યામભાઈ વસુનીયા (ઉ.20) નામના યુવાનને ટીંબડીના બસ સ્ટેશન પાછળ સાપ કરડી જતા સારવાર માટે અહીંની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. જેથી તાલુકાના ફિરોઝભાઈ સુમરા તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા
 મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા ભરતભાઈ કાળુભાઈ પરમાર (ઉ.49)ને ગઈકાલે સાંજે સાતેક વાગ્યે ગામમાં ઝઘડો થયા બાદ ધોકા વડે મારામારી થઈ હતી. જેમાં મોઢાના ભાગે ઈજા થતા ભરતભાઈને સારવાર માટે અત્રેની સિવિલે લવાયા હતા તેમજ જેતપર રોડ ઉપર બેલા ગામની સે આવેલ સીરામીક યુનીટમાં કામ દરમ્યાન સિકયુરીટી મેન જયરામસિંગ કુમેરસિંગ રાજપૂત (ઉ.60)ને મારા મારીના બનાવમાં ઈજાઓ થતા સિવિલે ખસેડાયા હતા. જેથી તાલુકાના એ.એમ. ઝાપડીયા તપાસ કરી રહ્યા છે.

વાહન અકસ્માત
 મોરબી-નવલખી રોડ ઉપર ગોર ખીજડીયા ગામના પાટીયા સામે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં ઈજાઓ થવાથી નરેશભાઈ ખોડાભાઈ સોમાણી (ઉ.38) રહે. ભડીયાદ કાંટા પાસે સામાકાંઠે મોરબી-2ને ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલે ખસેડાયો હોવાથી તાલુકાના ફીરોઝભાઈ સુમરા આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News