મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં આરબીઆઇના નિયમો નેવે મૂકીને વ્યાજ વસલૂતી ફાઇનાન્સ કંપની-બેંકો સામે કરાઇ રજૂઆત


SHARE







મોરબીમાં આરબીઆઇના નિયમો નેવે મૂકીને વ્યાજ વસલૂતી ફાઇનાન્સ કંપની-બેંકો સામે કરાઇ રજૂઆત

મોરબીમાં ફાયનાન્સ કંપનીઓ અને બેંકો આરબીઆઇના નિયમો નેવે મૂકીને ગ્રાહકો પાસેથી વ્યાજ અને અનઅધિકૃત ફી લેવામાં આવે છે જેથી કરીને આ બાબતે આરબીઆઇને મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ રજુઆત કરી છે.

હાલમાં લાલજીભાઈ મહેતા દ્વારા જે રજુઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં ઘણી ફાયનાન્સ કંપનીની ઓફિસ છે. જે ગ્રાહકોને મકાન લોન, ગોલ્ડ લોન તથા ધંધા માટે લોન આપે છે. પણ તેનું વ્યાજ રીઝર્વ બેંકે નકકી કરેલ ધોરણોથી વધારે લેવામાં આવે છે. અને ચેક રીર્ટન થાય તો ૫૦૦ રૂપિયા પેનલ્ટી, એક હપ્તા રહી જાય તો મન પડે તેવું વ્યાજ, ત્રણ હપ્તા ચડી જાય તો ગાડી ખેંચી લેવી અને ગ્રાહકને જાણ બહાર ગાડી વહેંચી નાખવી, ત્રણ હપ્તા ચડી જાય તો પચ્ચીસ લાખના મકાનને સીલ મારી દેવુ, લેણુ ફકત પાંચ લાખ હોય ઘણી રીતે ગ્રાહકને ત્રાસ સાથે માનસીક પીડા ભોગવવી પડે છે. અને હપ્તા ચડે એટલે કડકાઈથી હપ્તાની ઉઘરાણી આવી પરીસ્થીતીમાં ગ્રાહક જાય કયાં ? ફાયનાન્સની હેડ ઓફિસ ચેન્નાઇ, કોલકતા, બેંગલોર, તથા અન્ય રાજયોમાં છે જો કાનુની કાર્યવાહી કરવી હોય તો જે તે રાજયના જયુડીસીયલ અધિકાર થઈ જાય છે. અને રીઝર્વ બેંક તરફથી આવા અધિકારો આપવામાં આવેલ છે કે, ગ્રાહકને ત્રાસ પીડા કે આપઘાત તરફ જવાની ફરજ પડે. દરેક ફાયનાન્સ, બેંક કે શ્રોફ કંપની બહાર બોર્ડમાં વ્યાજનો દર અને વિગત લખવી જોઇએ. અને ગ્રાહકને લોનના કાગળો આપવા જોઈએ જેથી ગ્રાહકને પૈસા ભરવાની માહીતી મળે આ બાબત પોલીસ ડીપાર્ટમેન્ટે પણ આવી ફાયનાન્સ કંપની નિયમ પ્રમાણે ચાલે છે કે નહી ? તેની તપાસ કરવી જોઇએ. અને જો બીનઅધિકૃત રીતે ચાલતી કંપની હોય તો તેને બ્લેક લીસ્ટમાં મુકવી જોઇએ.






Latest News