મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અગાઉ આપેલ રૂપિયા પાછા માંગતા મિત્રને પછી રૂપિયા આપવાનું કહેતા યુવાન ઉપર છરી વડે હુમલો


SHARE







વાંકાનેરમાં અગાઉ આપેલ રૂપિયા પાછા માંગતા મિત્રને પછી રૂપિયા આપવાનું કહેતા યુવાન ઉપર છરી વડે હુમલો

વાંકાનેરના ભરવાડપરામાં રહેતો યુવાન ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે હતો ત્યારે તેણે તેના મિત્ર પાસેથી અગાઉ લીધેલા રૂપિયા તેના મિત્રએ તેની પાસેથી પાછા માંગ્યા હતા જોકે, યુવાન પાસે પૈસા ન હોવાથી તેને પછી રૂપિયા આપવાનું કહ્યું હતું જે યુવાનના મિત્રને સારું ન લાગતા તેણે પોતાની પાસે રહેલ છરી વડે યુવાનને ડાબા હાથ ઉપર એક ઘા મારીને તેને ઇજા કરી હતી અને તેની સાથે રહેલા શખ્સે ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં તેના મિત્ર સહિત બે શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના ભરવાડપરા શેરી નં-5 માં રહેતા મનોજભાઈ ભાણજીભાઈ ટમારીયા જાતે રબારી (35)એ હાલમાં તેના મિત્ર નિલેશભાઈ ખીમજીભાઇ વાણંદ રહે ભાટિયા સોસાયટી જલારામ જીન પાસે વાંકાનેર અને રઘુભાઈ કાઠી ની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી નિલેશભાઈ તેનો મિત્ર હોય તેની પાસેથી અગાઉ રૂપિયા લીધા હતા જે રૂપિયા નિલેષભાઈફરિયાદી પાસેથી પાછા માંગતા ફરિયાદી પાસે પૈસા ન હતા જેથી પછી આપી દઈશ તેવું ફરિયાદી કહ્યું હતું જે નિલેશભાઈને સારું નહીં લાગતા તેણે જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ તેની પાસે રહેલ છરી વડે ફરિયાદી યુવાનને ડાબા હાથ ઉપર ઘા મારીને ઇજા કરી હતી અને ત્યારે ત્યાં તેની સાથે રહેલ રઘુભાઈ કાઠીએ ફરિયાદી યુવાનને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી ભોગ બનેલ યુવાન દ્વારા સારવાર લીધા બાદ તેના મિત્ર સહિત બે શખ્સોની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News