ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાનેરની મહિલાને 16 લાખની લોન આપવાનું કહીને 36 હજારની છેતરપિંડી: ફેસબુક એકાઉન્ટના ધારક સામે નોંધાયો ગુનો


SHARE







વાંકાનેરની મહિલાને 16 લાખની લોન આપવાનું કહીને 36 હજારની છેતરપિંડી: ફેસબુક એકાઉન્ટના ધારક સામે નોંધાયો ગુનો

વાંકાનેરના નવાપરા આશીર્વાદ પેટ્રોલ પંપ પાસે રહેતી મહિલાને ફેસબુક આઇડીની લીંક મોકલીને મકાન બનાવવા માટે થઈને રૂપિયા 16 લાખ આપવાની લાલચ આપી હતી ત્યારબાદ તેની પાસેથી ઓનલાઈન મોબાઈલ, કયુ.ર કોડ તથા એકાઉન્ટ વ્હોટ્સમાં જુદી જુદી તારીખે કુલ મળીને 36 હજાર રૂપિયા મેળવી લીધા હતા અને તે રૂપિયા પાછા આપેલ નથી અને 16 લાખની લોન પણ અપાવેલ નથી જેથી ભોગ બનેલ મહિલાએ વિશ્વાસઘાત, છેતરપિંડી અને સાયબર ક્રાઇમ ફ્રોડની ફરિયાદ નોંધાવેલ છે તેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ નવાપરા આશીર્વાદ પેટ્રોલ પંપ પાસે રહેતા નજમાબેન નાસીરભાઈ શાહમદાર જાતે ફકીર (36) એ હાલમાં ફેસબુક આઇડી એકાઉન્ટ Harsha Sai પ્રોફાઇલ લીંક https;//www.facebook.com/profle.php?id- 61560228734058 વાળા અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 12/8/2024 ના બપોરે 12:30 વાગ્યાના અરસામાં આરોપીએ ફરિયાદી મહિલાને મકાન બનાવવા માટે રૂપિયા 16 લાખ આપવાની લાલચ આપી હતી અને ઓનલાઇન મોબાઇલ તેમજ ક્યુ.આર કોડ અને એકાઉન્ટ વ્હોટ્સ માં જુદી જુદી તારીખ અને સમયે કુલ મળીને 36 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા જોકે, ત્યારબાદ હજુ સુધી મહિલાને 16 લાખની લોનના અપાવેલ નથી કે જુદી જુદી રીતે મેળવેલા પૈસા તેને પાછા આપેલ નથી જેથી મહિલાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હોવા અંગેની તેણે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ઓનલાઈન સાઈબર ફ્રોડ, વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News